સાકર શેરડીનો રસ અને ખજૂરના રસમાંથી બનાવવામાં આવે છે, તે ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. સાકર વિટામિન, ખનિજો અને એમિનો એસિડથી ભરપૂર છે, તેમાં વિટામિન બી 12 પણ જોવા મળે છે. સાકર આરોગ્ય માટે લાભદાયક છે. સાકર સાથે દૂધ પીવાથી આરોગ્યને અનેક ફાયદા થાય છે.
સાકરમાં 2 ચમચી જેટલો ડુંગળીનો રસ ઉમેરી તેને બે અઠવાડિયા સુધી દિવસમાં એક વાર લો. આ મિશ્રણથી પથરીના નાના ટુકડા થઈ જાય છે અને તે મૂત્રવાટે શરીરમાંથી નીકળી જાય છે. સાકરને લીધે પાચનશક્તિ સુધરે છે. સાકર સાથે દૂધ પીવાથી આંખો સ્વસ્થ રહે છે. આંખોની દૃષ્ટિ અને તેજ વધે છે. દરરોજ સૂતાં પહેલાં એક ગ્લાસ નવશેકા દૂધમાં થોડી સાકર ભેળવી પીવું જોઈએ.
એનિમિયા એટલે કે લોહીની ઉણપ દૂર કરવા માટે સાકર ફાયદાકારક છે, જમ્યા પછી સાકરનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે, લોહીની ખોટ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે. સાકર ખાવાથી ઘણો ફાયદો થાય છે જો તમારા આંખોની રોશની નબળી હોય તો સાકરમાં એવા ઘટકો હોય છે જે આંખોની ઘણી સમસ્યાઓ દૂર કરે છે.
પાચન શક્તિ મંદ પડી જાય છે ત્યારે વરિયાળી સાથે સાકર ખાવાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડતી નથી. પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 ગ્રામ જેટલી સાકર મિક્સ કરો. થોડી જ મિનિટમાં આ મિશ્રણથી તમને રાહત મળશે. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યામાં રાહત માટે સાકર ઉમેરેલું દૂધ દરરોજ સવારે પીઓ.
ડાયરિયાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, લગભગ 10 ગ્રામ સાકર અને 10 ગ્રામ ધાણા પાવડરને 100 એમએલ પાણીમાં મિક્સ કરીને દિવસમાં ત્રણ વાર નિયમિત પીવો. આ પીણું પીવાથી ડાયરિયાની સમસ્યામાં તમને રાહત મળશે. ગરમ દૂધ સાથે સાકરનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
જે લોકોને ઊંઘમાં વારંવાર ખલેલ પડતી હોય, ઊંઘ ન આવતી હોય અથવા ઊડી જતી હોય તેઓ સાકર સાથે દૂધ પીએ તો રાતે ગાઢ ઊંઘ આવે છે. સાકર માનસિક થાક દૂર કરી યાદશક્તિ તેજ બનાવે છે. રોજ રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધમાં સાકર ભેળવી પીવાથી તણાવ દૂર થાય છે. સાકર ભેળવી દૂધ પીવાથી મોંનાં ચાંદાં દૂર થાય છે. આ માટે તમે ઠંડા દૂધમાં સાકર ભેળવી શકો છો અને કોઈ પણ સમયે તેનું સેવન કરી શકો છો.