હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા સલમાન ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ જે 26 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી, તેણે બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે. સલમાનની આ ફિલ્મનું ટર્નઓવર પહેલા દિવસે માત્ર 4.25થી 4.50 કરોડ રૂપિયા હતું જ્યારે બીજા દિવસે આ ફિલ્મે 5.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
છેલ્લા બે દિવસમાં 10 કરોડની કમાણી થઈ છે. જોકે સલમાનની ફિલ્મ થી આવી અપેક્ષા ન હતી. સલમાનની આ ફિલ્મ અપેક્ષા મુજબ કમાણી કરી શકી નથી. સલમાનની ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક શીખ કોપના રોલમાં જોવા મળી રહ્યો છે. સલમાનના બનેવી અને અભિનેતા આયુષ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તેઓ ગેંગસ્ટરની ભૂમિકામાં જોવા મળે છે.
સલમાને પોતાની ફિલ્મ રિલીઝ થયા બાદ જ પોતાના ફેન્સને ખાસ અપીલ કરવી પડી છે. વાસ્તવમાં સલમાનના ચાહકોએ તેની ફિલ્મને જોઈને સિનેમા હોલની અંદર ફટાકડા ફોડ્યા હતા. સલમાને આ ઘટનાનો વીડિયો તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને અભિનેતાએ ચાહકોને વિશેષ અપીલ પણ કરી છે.
સલમાન ખાને આ ઘટના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી અને કેપ્શન આપ્યું હતું કે, “હું મારા તમામ ચાહકોને વિનંતી કરવા માંગુ છું કે થિયેટરની અંદર ફટાકડા ન લઈ જવામાં આવે. આમ કરવાથી ત્યાં આગ લાગવાનું જોખમ ઊભું થાય છે. સાથે જ તમે તમારા જીવન અને બીજાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છો.