રવિવારના દિવસે રજા પર તમે અને તમારા પાર્ટનર એક બીજાની જોડે સારો સમય વિતાવા માગો છો. તમારું બાળક તમારી આસપાસ નહિ જોવા મળતું અને એવું લાગે છે કે બીજી વાતોમાં વ્યસ્ત છે. ધીરે ધીરે તમારા બંને નજીક જાવ છો. અને તમારે બીજા કોઈનો ખ્યાલ આવતો નથી. અચાનક તમારું બાળક ત્યાં પહોંચે છે. આવી પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેનો જવાબ અહી છે. થોડા સમય માટે, એવું વિચારશો નહીં કે તમારું બાળક બધું સમજી ગયું હસે ખાસ કરીને જો તે 5 વર્ષથી ઓછી ઉંમરનો હોય. એવું કંઈ ન બોલો કે અમે રમતા હતા. તેના વગર પોતાને કવર કરો અને તેને કહો કે પોતાના રૂમમાં જાય. તમે જલ્દીથી તેની પાસે જાવ અને તમે કંઈ પણ કરી રહ્યા હોય તો પણ બાળકને ઠપકરવો નહી.
દોષી ન બનો.
આ વિશે દોષિ ન થાઓ. થોડાક સમય માટે શર્મિદગી ઠીક છે. બાળક જોડે વાત કરવા માટે અમુક સમય લો, શર્મીદગી માં બાળક જોડે પોપટની જેમ આગળ પાછળની વાતો નહિ કરો શાંત અને આરામથી રહો. તમારા બાળકને એવું ન લાગવું જોઈએ કે તમે આ વાતથી શરમ અનુભવો છો.
ઉંમર તરફ ધ્યાન આપો.
બાળકની ઉંમર જોઇને આ વિશે વાત કરો. તમે જોવો કે બતાવા નો સારો સમય આવી ગયો છે. બાળક આ દુનિયામાં કેવી રીતે આવે છે. જો તમારું બાળક 5 વર્ષની આસપાસ છે. તો તમારે ક્લિનિકલ વિગતો અથવા સેક્સ વિશે ચર્ચા કરવી જોઈએ નહી બિનજરૂરી માહિતી આપશો નહી જો તમારું બાળક 5 વર્ષથી વધુ છે કે અને સંભોગ વિશે થોડું સમજે છે, તો તમે તેની સાથે વાત કરી શકો છો.
આ કરી શકો છો.
બાળકોને આ સમજાવવા માટે ઉતાવળ ના કરો. તેમના ઇમોશલને જોવાની કોશિશ કરો, જો તમને લાગે છે કે તે આ વાત પર વધારે ધ્યાન નથી આપતા તો ચર્ચા ન કરો. જો તમને તમારું બાળક વધારે પરેશાન દેખાય છે અને સમજવાની ઉંમર છે. તો બતાવી શકો છો. તેને માતા પિતા એક બીજાને પ્રેમ કરે છે અને તે પ્રેમ જતાવાનો એક તરીકો છે. મોટા લોકો અમુક વાર આવો પ્રેમ જતાવે છે. જો તમને વાત કેવી રીતે કરવી તે સમજાતું નથી, તો તમે એક્સપર્ટની મદદ પણ લઈ શકો છો.