હાલમાં ગુજરાત માં નિત્યાનંદ મુદ્દે દિવસે ને દિવસે વધુમાં વધુ માહિતી મળતી જાય છે. દિવસે ને દિવસે નવા નવા દરવાજા આ કેશ માં ખુલતા જાય છે. ત્યારે આજે જ તત્વ પ્રિયાએ પોતાના એફ બી પેજ ઉપર વીડિયો મૂકીને 40 પોલીસ દ્વારા હેરાનગતી થતી હોવાની વાત ઉચ્ચારી છે.
ત્યારે હવે સ્વામી નિત્યાન્દનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે સ્વામી વીડિયોમાં ધમકી ભરી ભાષાનો વપરાશ કરી રહ્યો છે. સક નો દોરો પોતાના પર આવતા ઢોંગી નિત્યાનંદ હવે ગુજરાતીઓ ને ડરાવવા લાગ્યો છે. એક પછી એક સબુતો નિત્યાનંદ ને ઘેરતા જાય છે ત્યારે ઢોંગી પોતાનો બચાવ કરવાના પ્રયાસો કરી રહ્યો છે.
અનેક કાળા કામો માં નિત્યાનંદ નું નામ મોખરે છે.ત્યારે હવે નિત્યાનંદ એ આવાત સ્વીકારી લેવી જોઈએ કે આબધાં કાંડ માં તેનો હાથ છે. નિત્યાનંદ આશ્રમના વિવાદનો મામલો દિવસેને દિવસે તૂલ પકડી રહ્યો છે. નિત્યાનંદનો વીડિયો સામે આવતા ભક્તોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં નિત્યાનંદ ધમકીની ભાષા ઉચ્ચારી રહ્યો છે. નિત્યાનંદે ભક્તોને ભડકાવ્યા છે. નિત્યાનંદનું કહેવું છે કે, જો ગુજરાતમાં મારા અનુયાયીઓને કંઈ થયુ તો જોવા જેવી થશે. ત્યારે વિરોધીઓ આનો ખુલાસી ને વિરોધ કરી રહ્યાં છે. અનેક જગ્યાએ આ મામલો ખુબજ ઉગ્ર બન્યો છે.
આ સમગ્ર મામલે નિત્યાનંદ નું કહેવું છે કે આમાં અમારો કાઈ વાંક નથી અમે અહીં માત્ર સત્સંગ કરીએ છીએ અન્ય કાઈ નહીં. મારી વિરુદ્ધમાં ષડયંત્ર ચાલી રહ્યું છે. મીડીયા અને સોશિયલ મીડિયા પર વીરોધી મારા વીરુધ્ધમાં કેમ્પેઈન ચલાવી રહ્યા છે.
ઇન્વેસ્ટીગેશનને નામે લોકો મારા ભક્તોને મારાથી દૂર કરવા માંગે છે. હજુ તો તપાસ ચાલી રહી છે. અગાવ થી મને લોકો દોષી જાહેર કર્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જ્યારે સચોટ નિર્ણય આવશે તો સચ્ચાઈ ખબર પડી જશે. અગાવથી મારા પર કોઈ આરોપ લગાવવો ના જોઈએ.