ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. અત્યારે શનિ ધન રાશિમાં વક્રી ચાલી રહ્યા છે. તે માર્ગી થશે એટલે કે સીધા ચાલશે. વક્રી ચાલતા શનિદેવની ચાલ બદલાતા તેની સીધી અસર બારેબાર રાશિ પર પડશે. ગુરુના સ્વામીત્વવાળી ધન રાશિમાં અત્યારે શનિ ઉપરાંત કેતુ પણ ચાલી રહ્યો છે. શનિ માર્ગી. શનિની ચાલ બદલાવાથી ત્રણ રાશિઓને વિશેષ લાભ મળવાનો છો. જાણો શનિની ચાલ બદલાવાની તમારી રાશિ પર કેવી અસર પડશે.

મેષ.

rashi

આ રાશિના નવમા ભાવમાં શનિ માર્ગી થશે. ધર્મ અને ભાગ્યના ભાવમાં શનિની ચાલ બદલાતા તમારુ ભાગ્ય સૂર્યની જેમ ચમકી ઊઠશે. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. અધૂરા કામ પૂરા કરવામાં જીવ લગાવી દેશો. આ ગાળામાં તમને ક્ષમતા કરતા વધારે ધન મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને મળશે.

વૃષભ.rashi

વૃષભ રાશિના આઠમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે. આવામાં તેમને મૃત્યુ સમાન કષ્ટમાંથી મુક્તિ મળશે, ધનલાભ થશે. નોકરીમાં આવતી અડચણો સમાપ્ત થશે. કામના સ્થળે તમારે અનુકૂળ માહોલ ઊભો થશે. સંતાનને કષ્ટમાંથી છૂટકારો મળશે. ફસાયેલા પૈસા મળી શકે છે.

મિથુન.rashi

મિથુન રાશિના જાતકોના સાતમા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યા છે. આ સ્થાન જીવનસાથી, પાર્ટનરશિપ, લગ્નજીવનનું સ્થાન છે. શનિના માર્ગી થવાથી જીવનસાથી સાથેનું મનદુઃખ દૂર થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. નવા પાર્ટનરની સિદ્ધિ તમને ગર્વ અપાવશે.

કર્ક.rashi

આ રાશિના છઠ્ઠા ભાવમાં શનિ માર્ગી થઈ રહ્યો છે. આ રોગ અને શત્રુનો ભાવ છે. તમને કોઈ લાંબા સમયથી કોઈ રોગ હેરાન કરતો હશે કે કોઈ શત્રુ પરેશાન કરતો હશે તો તેમાંથી મુક્તિ મળશે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કામકાજ માટે થનારી યાત્રા સારા ફળ આપશે.

સિંહ.rashi

શનિ સિંહ રાશિના પાંચમા ભાવમાં માર્ગી થશે. આ સ્થાન સંતાન, ઉચ્ચ શિક્ષા અને પ્રેમનું સ્થાન છે. પાર્ટનર સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હશે તો તે દૂર થઈ શકે છે. સંતાન સુખ પ્રાપ્ત થાય. સંતાન પ્રાપ્તિની અપેક્ષા રાખનાર લોકોને ગુડ ન્યુઝ મળશે. આ ગાળામાં તમે સારી બચત કરી શકશો.

કન્યા.rashi

કન્યા રાશિના ચોથા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. આ સુખ, ઘર, જમીન અને માતાનો ભાવ છે. તમને આ ગાળામાં સુખની પ્રાપ્તિ થશે. માતાને લઈને તમે ઘણા સમયથી ચિંતામાં હશો તો હવે સમય આવી ગયો છે કે આ ચિંતા દૂર થાય.

તુલા.rashi

તુલા રાશિના ત્રીજા ભાવમાં શનિ માર્ગી થશે. આ સ્થાન પરાક્રમ, નાના ભાઈ બહેનનો ભાવ છે. જો તમારે નાના ભાઈ બહેન સાથે વિવાદ ચાલતો હોય તો તે સૂલઝાવી શકશો. આ ગાળામાં તમારા ખર્ચમાં વૃદ્ધિ થઈ શકે છે. આથી સમજી વિચારીને ખર્ચ કરો અને બિનજરૂરી ખર્ચ કરવાથી દૂર રહો.

વૃશ્ચિક.rashi

આ રાશિના જાતકોના બીજા ભાવમાં શનિ માર્ગી થવા જઈ રહ્યો છે. તમારો કોઈની સાથે ઝઘડો ચાલતો હશે તો તે સમાપ્ત થશે. પરિવારમાં બધા સાથે તમારા સંબંધો મધુર બનશે. તમને મોટો ધનલાભ થઈ શકે છે. વારસાગત સંપત્તિમાં મળનારા લાભમાં થોડો વિલંબ થયો હશે તો તે હવે પૂરો થશે.

ધન.

શનિ તમારી જ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો મહેસૂસ કરી શકશો. નોકરીમાં લાભ મળશે. ભાઈ બહેનનો પૂરેપૂરો સાથ સહકાર મળી શકશે. કામકાજની દૃષ્ટિએ ઉન્નતિનો યોગ બની રહ્યો છે.

મકર.

મકર રાશિ માટે શનિ બારમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આ ગાળામાં શત્રુઓથી તમને હેરાનગતિ થઈ શકે છે. પૈસાના ખર્ચમાં વધારો થઈ શકે છે જેને કારણે માનસિક ચિંતાઓમાં વૃદ્ધિ થાય. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. વિરોધીઓ તમારા પર હાવી રહે એવું પણ બને.

કુંભ.

rashi

શનિદેવ કુંભ રાશિના અગિયારમા ભાવમાં માર્ગી થશે. તેને આવક, ઈચ્છાપૂર્તિનું સ્થાન માનવામાં આવે છે. જો તમારી ઈચ્છા ઘણા સમયથી અધૂરી હશે તો તે પૂરી થશે. નોકરી બદલવાનું વિચારતા હશો તો સારી તક મળશે. આ ગાળામાં તમારી વૃદ્ધિ થશે.

મીન.rashi

મીન રાશિના જાતકો માટે શનિદેન દસમા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આ સ્થાનને કર્મ ભાવ કહેવાય છે. શનિને કારણ કામનું પ્રેશર ઘટશે. માનસિક રાહત મળશે. નોકરી કરનારા જાતકોના કામથી બૉસ ખુશ રહેશે. આ ગાળામાં તમને જબરદસ્ત ધનલાભ થવાની શક્યતા છે.

Write A Comment