મસા થવાનું એક સામાન્ય કારણ જેરી વિષાણુઓ નું સંક્રમણ છે.મસા ના ટોટલ આઠ થી દસ પ્રકાર છે. અમુક કેસો માં મસા અડકવાને કારણે ચેપ લાગવાથી પણ થવાનું સામે આવ્યું છે. ઘણા લોકો ને મોટા મસા તો ઘણી વાર નાના મસા નીકળે છે. જો શરીર પર એકાએક મસા ફૂટી નીકળે તો તેને સામાન્ય ના માનવા જોઈએ , કારણકે મસા ઘણી વાર કેન્સર થયા હોવાનો પણ નિર્દેશ કરે છે.
મુખ્યત્વે મસા ચહેરો, ગરદન, હાથ અને શરીરના અંદર ના ભાગે વધુ પડતા જોવા મળે છે. મસા ની સમસ્યા ઉદ્ભવવા માટે હ્યુમન પેપીલોમા વાયરસ જવાબદાર છે. સામાન્ય રીતે જે વ્યક્તિ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતો હોય તેને હ્યુમન પેપીલોમા વાઈરસ વધુ પડતો ઇફેક્ટ કરે છે. મસા રાઇના દાણા થી માંડી ને ઘણીવાર બોર જેવડું મોટુ પણ હોઈ શકે છે. સામાન્ય રીતે મસા ઘણી વાર આપમેળે જ ખરી જતાં હોય છે અને ઘણી વાર વધુ પડતા મોટા થઇ જતાં મસાને તજજ્ઞ દાક્તર પાસે જઇને કઢાવવા પણ પડતા હોય છે.
મસા ખેરવવાના ઉપાય:
મસા દુર કરવા માટે ચૂનો અને ઘી સરખી માત્રામાં મેળવીને મસા પર લગાવવાથી મસો જડમૂળથી નીકળી જાય છે. જોકે આ ઉપાય અજમાવતા થોડી બળતરા પણ થઈ શકે છે. પરતું તે અસરકારક સાબિત થાય છે. મસા ને ખેરવા માટે ની અમુક કેમિકલયુક્ત મેડીસીન્સ પણ માર્કેટ મા હાજર છે પરંતુ, તે સ્કિન માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદ મા મસાને ખેરવી નાખવાના અમુક ઘરગથ્થુ ઉપાયો દર્શાવ્યા છે જેનો તમે નિઃસંકોચપણે ઉપયોગ કરી શકો છો.
લીંબુ નો રસ એસિડીક તત્વ ધરાવતું હોવા થી જો તેને મસા પર નિયમિતરૂપે લગાવવામા આવે તો પણ ધીમે-ધીમે મસા સુકાઈ ને ખરી જઈ શકે છે. ડુંગળીમા પણ અમુક પ્રકાર ના એન્ટિઓક્સિડન્ટ તત્વો સમાવિષ્ટ હોવાના કારણે ડુંગળી નો રસ પણ મસા પર લાભદાયી સાબિત થાય છે. ગ્રીન એપલ સ્વાદે ખાટા હોય છે. તેમાં સમાવિષ્ટ એસિડીક તત્વ ધીમે-ધીમે મસાને ઓગાળી નાખવાની ક્ષમતા ધરાવે છે. આ ગ્રીન એપલ ના ટુકડા ને દિવસમા ૨-૩ વાર મસા પર રગડવામા આવે તો થોડા સમયમા સરળતા થી તે તેની જાતે જ નીકળી જાય છે.
બટાકા નો રસ કે ટુકડા ને મસા પર દિવસમા ૨-૩ વખત ૫-૭ મિનિટ ના સમયગાળા સુધી ઘસવામા આવે તો મસા ઘીમે-ધીમે પોચા થઇને ખરી પડે છે. ફક્ત આટલું જ નહીં બટાકા ત્વચા પરના દાગ દૂર કરી ત્વચા મા પણ નિખાર લાવે છે.ડુંગળી ની સ્લાઈસ પર નમક ઉમેરીને તેને થોડા કલાકો માટે એમની એમ રહેવા દેવી અને ત્યારબાદ તેમા થી નીકળેલાં રસ ને મસા પર લગાડવા થી અંદાજિત એક વીક મા તમે આ મસા ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો છો.
દમ તથા હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ ના નિદાન માટે લસણ અસરકારક સાબિત થાય છે. લસણમા એન્ટીબેક્ટેરિયલ ગુણતત્વ સમાવિષ્ટ હોવાના કારણે તે મસામા પણ એટલું જ ગુણકારી સાબિત થાય છે. લસણ ને ક્રશ કરીને તેના પલ્પ ને મસા પર લગાવવામાં આવે તો અમુક દિવસો મા જ મસા ખરી જતાં હોય છે. રસોઈઘર મા નિયમિત વપરાશ મા આવતી સામગ્રી બટાકા પણ મસા ની સમસ્યા ને દૂર કરવામાં સહાયરૂપ બને છે.
મસા ની સમસ્યા ને જડમૂળ થી દૂર કરવા માટે અને ત્વચા મા નિખાર લાવવા માટે બેકિંગ સોડા પણ ખુબ ઉપયોગી છે. ૧ ચમચી દિવેલ મા પા ચમચી બેકિંગ સોડા ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટ ને મસા પર લગાડી તેના પર પટ્ટી મારી મસા ને ઢાંકી દેવો. ૪-૫ દિવસ સુધી બેકિંગ સોડા અને દીવેલ ની આ પેસ્ટ મસા પર લગાડવાથી મસો ખરી પડશે. દિવેલ ની જગ્યાએ તમે લીમડાનું તેલ કે કપૂર નું તેલ પણ વાપરી શકો છો.
જો કેળા ની છાલ ના અંદર ના ભાગ ને મસા પર ઘસવામાં આવે તો થોડા દિવસોમા મસા એની જાતે જ ખરી જશે. નખ ને આકર્ષક બનાવતી નેઇલ પોલીશ મસા ને બાળી શકવાનું સામર્થ્ય પણ ધરાવે છે. દિવસમા ૨-૩ વાર નેઇલ પોલીશ મસા પર લગાવી તે સુકાવા દેવી. નેઇલ પૉલિશ સુકાયા બાદ સાફ કરી લેવા થી થોડા દિવસોમા મસા પણ સુકાઈને ખરી પડે છે.