1.કુરુક્ષેત્રની પસંદગી કરવામાં આવી ધર્મસ્થાપનાના આરંભ માટે, જેણે પણ ભગવાન શ્રીકૃષ્ણ અથવા મહાભારતનું નામ સાંભળ્યું છે, તેણે કુરુક્ષેત્રનું નામ પણ સાંભળ્યું જ છે. ભગવાન કૃષ્ણ દ્વારા ધર્મની સ્થાપના કરાઈ હોવાથી કુરુક્ષેત્રને યુદ્ધના મેદાન ઉપરાંત ધર્મક્ષેત્ર પણ કહેવામાં આવે છે.
2.શું કારણ હતું.પરંતુ શું તમને ક્યારેય સવાલ થયો છે કે કુરુક્ષેત્રને જ યુદ્ધના મેદાન તરીકે શા માટે પસંદ કરવામાં આવ્યુ? આ પાછળનું કારણ શું હતું કે કુરુક્ષેત્ર આ મહાન નરસંહાર માટે યોગ્ય માનવામાં આવ્યુ હતું.
3.બે પ્રખ્યાત દંતકથાઓ.તેના વિશે કેટલાક પ્રખ્યાત દંતકથાઓ છે. અહીં તેમાંથી બેનો સંદર્ભ છે.
4.આરંભ થઈ યુદ્ધભૂમિની શોધ.
જ્યારે બંને હરીફ પક્ષોએ નિર્ણય કર્યો કે યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, ત્યારે યુદ્ધના મેદાનની શોધ શરૂ થઈ. આ યુદ્ધના મેદાનનો વિસ્તાર અને યોગ્યતા બંને મોટી સૈન્ય માટે પૂરતી હોવી જોઈએ.
5.શ્રી કૃષ્ણનો હેતુ શું હતો.
તેથી, શ્રી કૃષ્ણે ચારેય દિશામાં તેમના સંદેશવાહકોને મોકલ્યા. તે ઇચ્છતા હતા કે માત્ર આસુરી વૃત્તિના લોકો જ આ યુદ્ધના શિકાર બને અને સંવેદનશીલ અને ભાવનાશીલ વ્યક્તિઓએ તેનાથી દૂર રહેવું જોઈએ.
6.અહીં માનવ મૂલ્યો હતા ઉપેક્ષિત.થોડા સમય પછી એક સંદેશવાહક આવ્યો અને સમાચાર આપતા કહ્યું કે કોઈ ચોક્કસ જગ્યાએ ભાઈ ભાઇમાં દ્વેષની માત્રા પર્યાપ્ત રૂપમાં વિદ્યમાન છે તથા ત્યાં માનવ મૂલ્યો અને ભાવનાઓનું કોઈ મહત્વ નથી.
7.બે ભાઈઓ વચ્ચે હતો ઝઘડો.દૂત એ જણાવ્યું કે બે ભાઈઓ એક ખેતરના વહેતા વરસાદી પાણીને જોઈ રહ્યા હતા. એકે બીજા ભાઈને પાણી બંધ કરવાનું કહ્યું. આના પર બીજા ભાઈએ સ્પષ્ટ ના પાડી અને ક્રોધિત થઈને તેણે કહ્યું કે તું સ્વંય કેમ નથીં બંધ કરતો.
8.એકે બીજાની હત્યા કરી.
આ સાંભળીને પહેલો ભાઈ ભારે ગુસ્સે ભરાયો. તેણે તેના ભાઈને છરી મારી અને તેના શરીરને પકડીને અને તેને ખેંચીને ખેતર પાસે લઇ ગયો. તેણે તે લાશથી જ પાણીને આવતા બંધ કરી દીધું.
9.યુદ્ધનું મેદાન.
નિશંકપણે, તે ઘોર સ્વભાવનો અને ક્રૂર સ્વભાવનો ગુનો હતો. આ સાંભળીને શ્રીકૃષ્ણે નિર્ણય કર્યો કે આ ભૂમિ ભાઈ-ભાઈના યુદ્ધ માટે યોગ્ય છે.
10.બીજી દંતકથા.બીજી દંતકથા કહે છે કે જ્યારે દૂત તે સ્થળે પહોંચ્યો અને તે મહિલાને કહ્યું કે તેના પતિનું અવસાન થયું છે. તે સમયે તે મહિલા ભોજન કરતી હતી.
11.પતિના મૃત્યુ પછી પણ પત્ની ભોજન કરી રહી હતી.
જ્યારે તેણીએ સાંભળ્યું કે તેના પતિનું અવસાન થયું છે, ત્યારે તેણીએ કોઈ ભાવ વિના જવાબ આપ્યો કે ચલો હવે મૃત્યુ થઈ જ ગયું છે તો હું મારું ભોજન તો પૂરું કરી લઉં.
12.શ્રી કૃષ્ણએ કર્યો નિર્ણય.
આ પ્રકૃતિ નિર્દયતાના આત્યંતિક સ્તરે હતી.સ્વાભાવિક છે જ્યારે કોઈ મૃત્યુ પામે છે, ત્યાં ભોજન નો કોઈ મોહ રહેતો નથી. પતિના મૃત્યુ પર તો કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ સાથે કોઈ લગાવ નથી રહેતો. આ ઘટના સાંભળીને શ્રી કૃષ્ણે નિર્ણય કર્યો કે યુદ્ધ અહીં થશે.
13.જળવાયુનો પણ માનવ સ્વભાવ પર પ્રભાવ.આ બંને કથાઓ જણાવે છે કે આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ ત્યાનું હવામાન પણ આપણા સ્વભાવને સ્પષ્ટ પ્રભાવ કરે છે.