પથરીની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. પહેલા પથરીના દર્દી ક્યારેક જોવા મળતા હતા. આજકાલ દરેક બીજા વ્યક્તિને પથરીની બીમારી હોય છે. પથરી એક એવી બીમારી છે જેમા રોગીને અસહનીય પીડા સહન કરવી પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉમરના લોકોને થઈ શકે છે. પણ છતા પણ આ બીમારી મહિલાઓ કરતા પુરૂષોમા વધુ જોવા મળે છે. આજે અમે તમને પથરીના ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું.
સરગવાનું શાક ખાવાથી કિડનીની પથરી તૂટીને બહાર નીકળી જાય છે. લીંબુના રસમાં સિંધવ મેળવી કેટલાક દિવસ સુધી નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે. બીજોરા લીંબુનો રસ સિંધવ મેળવી દિવસમાં ચારેક વખત પીવાથી પથરી તૂટીને બહાર નીકળી આવે છે. પાકેલા જાંબુ ખાવાથી પથરી રોગમાં આરામ મળે છે.
આશરે 100 ગ્રામ જવને અધકચરા ખાંડી, બે ગ્લાસ જેટલા પાણીમાં ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે એને ગાળીને પી જવું. એને બાર્લી વોટર કહે છે. આ બાર્લી વોટર સવાર-સાંજ તાજું બનાવીને પીવાથી થોડા દિવસમાં મૂત્ર માર્ગની પથરીમાં રાહત થાય છે. મૂત્રવરોધ, મૂત્રકર્ષ, મૂત્રદાહ અને મૂત્રમાં થતો રક્તસ્ત્રાવ મટે છે. તૃષા, ઉલટી, ઝાડા, ગેસ વગેરેમાં ફાયદો થાય છે.
કોળાનો રસ હિંગ અને જવખાર મેળવી પીવો પથરી પર ગુણકારી છે. 1 ચમચી અશ્વગંધા પાઉડર તાજી મોળી છાસ સાથે નિયમિત સવાર, બપોર, સાંજ લેવો. સકરટેટી કે ચીભડાંનાં બીની મીંજને પાણીમાં પીસી, ગાળીને પીવાથી પથરી મટે છે. પથરીના રોગીઓએ ટામેટાનું સેવન ના કરવું જોઈએ.
આમળાનું ચૂરણ મૂળા સાથે ખાવાથી મૂત્રાશયની પથરીમાં લાભ થાય છે. એક દિવસમાં ઓછામાં ઓછુ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ. કેરીના પાનને છાયડામાં સુકવીને એકદમ ઝીણા વાટી લો અને આઠ ગ્રામ માત્રામાં રોજ પાણી સાથે લો. આનાથી પત્રીમાં આરામ મળે છે. મૂળાનાં 40 ગ્રામ બીને 250 મિ.લિ. પાણીમાં ઉકાળી અર્ધું પાણી બાકી રહે ત્યારે પીવાથી પથરી મટે છે.
નાના અને મોટા બંને જાતના ગોખરુ, પાષાણભેદ, સાગનાબીજ, કાકડીની મીંજ, સાટોટીના મૂળ, ભોંયરીંગણીના મૂળ અને ગળો દરેક સો-સો ગ્રામ અધકચરા ખાંડી, તેમાંથી બે ચમચી ભૂકો બે ગ્લાસ પાણીમાં એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી પીવાથી મૂત્રમાર્ગની પથરી તેમજ મૂત્રમાર્ગ અને કીડનીના રોગો મટે છે.
વેંગણનું શાક ખાવાથી પેશાબની છૂટ થઇ શરૂઆતની નાની પથરી ઓગળી જાય છે. જાંબુડાની અંદરની છાલ તથા એના ઠડીયાનું ચૂર્ણ 5-5 ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી પથરી તૂટી જાય છે. દરરોજ સવારે નરણાં કોઠે 10-12 કાજુ ચાવીને ખાવાથી પથરી મટે છે. મૂળાના પાનના રસમાં પોટેશ્યમ નાઇટ્રેડ નાખી પીવાથી પથરી મટે છે. મૂળાના પાનના રસમાં પોટેશ્યમ નાઇટ્રેડ નાખી પીવાથી પથરી મટે છે.
પાલખના પાનનો રસ અથવા ક્વાથ લેવાથી પથરી ઓગળી જાય છે, અને મૂત્રવૃદ્ધિ થઇને પથરીના કણ બહાર નીકળી જાય છે. હળદર અને જૂનો ગોળ છાસમાં મેળવી પીવાથી પથરીમાં ફાયદો થાય છે. લીમડાની અંતર છાલનો ઉકાળો દિવસમાં ત્રણ વખત નિયમિત પીવાથી કીડનીની પથરીનું દર્દ નરમ પડે છે. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી દૂર થઇ જાય છે.
વર્ણાની છાલ, પસાણભેદ, સૂંઠ અને ગોખરું સમાનભાગે ખાંડી એક ચમચી ભૂકાનો ઉકાળો બનાવી જવખાર મેળવી સવાર-સાંજ પીવાથી પથરી અને મૂત્રશર્કરા મટે છે.ગોખરુનું ચૂર્ણ મધમાં પીવાથી પથરી ઓગળી જાય છે. સરગવાના મૂળનો ઉકાળો કરી પીવાથી પછરી તૂટે છે. એખરાંના મૂળનો ઉકાળો પીવાથી પેશાબની પથરી તૂટે છે.
સરગવો, ગોખરું, કાકડી અને ચીભડાના બીજ સો-સો ગ્રામ તથા ભોંયરીંગણી, જવ, સાટોડી, શેરડીના મૂળ અને ધરોના મૂળ પચાસ-પચાસ ગ્રામ એક સાથે ખાંડી સવારે અને રાત્રે ચાર કપ પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખી ઉકાળી એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારી સહેજ ગરમ હોય ત્યારે ધીમે ધીમે પી જવું. આ ઉકાળો દરરોજ તાજો બનાવી નિયમિત રીતે ત્રણ ચાર મહિના પીવાથી વટાણાનાં દાણા જેવડી પથરી પણ ધીમે ધીમે ઓગળી ખસીને મૂત્રમાર્ગની બહાર ફેંકાય જાય છે. મૂત્રમાર્ગના બીજા ઘણા રોગોમાં પણ આ ઉકાળો ફાયદા કારક છે.
ડુંગળીના રસમાં ખાંડ મેળવીને શરબત બનાવો અને પથરીના દર્દીને પીવડાવો. આ રસ ખાલી પેટે જ પીવો. મૂત્રાશય વાટે પથરી નાના-નાના કણ રૂપે બહાર નિકળી જશે. પથરી થાય તો અજમાનું વધુમાં વધુ ઉપયોગ કરો. અજમાનું સેવન બમણો લાભ કરે છે. તેનાથી પેશાબ વધુ આવે છે અને અજમો પથરીના ઉત્પતિનો નાશ કરે છે, એટલે કે પથરી ફરી વખત નહી બને. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ પાણી સાથે લો. તેનાથી એક મહિનામાં પથરીમાંથી છુટકારો મળે છે.