સર ડોનાલ્ડ બ્રેડમેન ને આજ સુધીના ક્રિકેટની દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ ખિલાડી માનવામાં આવે છે.સર ડૉનાલ્ડ બ્રેડમેન ને તેમનાં નાનું નામ ડોનથી ઓળખવામાં આવે છે અને દુનિયાના ગેંદબાજ માં પણ તે ડોનથી કમ ન હતા.બ્રેડમેન બીજા ધણા નામ છે જેવા કે ડોન, બોય ફોમૅ બોવરલ,બ્રેડલ્સ.ટેસ્ટ મેચમાં ડોનાલ્ડ બ્રેડમેનની સરેરાશ 99.94 છે.જોકે,આજ સુધી વિશ્વ રેકોર્ડ છે.
સર ડોનાલ્ડ બ્રેડમેનનો જન્મ 27 ઓગસ્ટ , 1908 ના રોજ ન્યુ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયામાં થયો હતો. બ્રેડમેનને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે માંનવામાં આવે છે. તેની ટેસ્ટ મેચમાં સરેરાશ 99.94 હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. બ્રેડમેન 20 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા અને 1948 માં નિવૃત્ત થયો, પરંતુ તેમને બનાવેલા ઘણા રેકોર્ડ હજુ પણ કાયમછે. ચાલો આપણે આમાં સર ડોનાલ્ડ બ્રેડમેન વિશે વાતો જાણીએ.
1. સર ડોનાલ્ડ બ્રેડમેનનો જન્મ 27 ઓગસ્ટ, 1908 ના રોજ ન્યૂ સાઉથ વેલ્સ, ,ઓસ્ટ્રેલિયામાં થયો હતો.
2. સર ડોનાલ્ડ બ્રેડમેને તેની ટેસ્ટ મેચની શરૂઆત 30 નવેમ્બર 1928 ના રોજ ઇંગ્લેન્ડમાં કરી હતી. પરંતુ બ્રેડમેનની ટેસ્ટ મેચની શરૂઆત ખૂબ સારી ન હતી, તેમણે પ્રથમ ઇનિંગ્સમાં 18 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગ્સમાં માત્ર 1 રન બનાવ્યો હતો અને ઇંગ્લેન્ડે આ ટેસ્ટ મેચ 675 રનથી જીતિ લીધી હતી.
3. સર ડોનાલ્ડ બ્રેડમેને તેના કરિયરમાં 52 ટેસ્ટ મેચોમાં 99.94 ની સરેરાશથી 6996 રન બનાવ્યા હતા. બ્રેડમેનના રેકોર્ડ નીચે મુજબ છે.
4.બ્રેડમેને તેની ટેસ્ટ કારકિર્દીમાં 12 બે સદી, 29 સદી અને 13 અડધી સદી રમ્યા હતા. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેનણે તેની મેચીમાં માત્ર છ છગ્ગા માર્યા હતા જ્યારે ચોકાની સંખ્યા 681 હતી. હજી સુધી કોઈ પણ ખેલાડીએ બ્રેડમેનની 12 ટેસ્ટ સદીનો રેકોર્ડ તોડી શક્યાં નથી. જોકે કુમાર સંગાકારાએ 11 બે સદી રમ્યા છે, પરંતુ કોહલી અને તેંડુલકરે 6-6 બે સદી રમ્યા છે.
5. ડોન બ્રેડમેને ટેસ્ટ મેચમાં સૌથી વધારે 334 રન બનાવ્યા હતા.જ્યારે પહેલા ક્રિકેટમાં તેમનો સ્કોર 452 રન હતો. આ ઉપલબ્ધીને કારણે, તેમને 19 નવેમ્બર 2009 ના રોજ આઈસીસી હાલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
6.સર ડોનાલ્ડ બ્રેડમેનની મહાનતાને લીધે,ઓસ્ટ્રેલિયન સરકારે તેમના નામે ટપાલ ટિકિટો ચાલુ કરી હતી, અને 27 ઓગસ્ટ, 2008 ના રોજ, તેમની જન્મદિવસ પર ઓસ્ટ્રેલિયામાં $ 5 ની કિંમતના સોનાનું ચલણ પણ ચાલુ કરવામાં આવ્યું હતું.
7.બ્રેડમેને તેની કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ 14 ઓગસ્ટ 1948ના રોજ ઇંગ્લેન્ડ સામે રમી હતી. આ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં બ્રેડમેન જીરો પર આઉટ થઇ ગયા હતા, તેથી તેમની સરેરાશ 100 ની જગ્યાએ 99.94 હતી.ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટ મેચ ઇનિંગ્સ 149 રનથી જીતી લીધી હતી, આ જીત ડોન બ્રેડમેન માટે એક મહાન વિદાય હતી.
તો ઉપર આપેલા આંકડા એ વાતને યાદ કરે છે કે ડોન બ્રેડમેન તે સમયના સૌથી મહાન બેટ્સમેન હતા અને આશા છે કે તેમના આ રેકોર્ડ ઘણા વર્ષો સુધી બની રહેશે.