કલિયુગ ના દેવ એટલે કે બજરંગબલી જીવિત હોવાના પુરાવા શાસ્ત્રો અને અવારનવાર મંદિરોમાં પણ મળી રહે છે. ઉત્તર પ્રદેશમાં ઈટાવાનાં પર્વતોમાં સ્થિત પીલુઆ મહાવીર મંદિરની હનુમાન મુર્તિ હજારો વર્ષથી તેમના જીવિત હોવાનો પુરાવો આપે છે. ઘણા ધાર્મિક પ્રસંગે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. હાલમાં કોરોના કાળ ને ધ્યાનમાં રાખીને પૂજા સ્થગિત કરેલી છે.
આ મંદિરના મુખ્ય મહંત ધર્મેન્દ્ર દાસ છે અને તેઓ જણાવે છે કે હનુમાનજીની સુતેલી મુર્તિ તો ઇલાહાબાદ માં પણ સ્થિત છે, પરંતુ જેવી મુર્તિ અહીંયા છે એવી બીજી મુર્તિ દેશ અને દુનિયામાં કોઈપણ જગ્યાએ જોવા મળતી નથી. અહી હનુમાનજીની મૂર્તિમાં મુખમાં ગમે તેટલો પ્રસાદ સમાઈ જાય છે. આજ સુધી આ રહસ્ય અકબંધ છે કે આ પ્રસાદ ક્યાં જાય છે.
ભક્તોનું માનવું છે કે મૂર્તિ શ્વાસ પણ લે છે અને ભક્તોનો પ્રસાદ પણ ખાય છે. આજ સુધી આ રહસ્યને કોઇ જાણી શક્યું નથી કે આ ચમત્કાર કેવી રીતે થાય છે. ભક્તોની આસ્થા છે કે હનુમાનજી આ મંદિરમાં જીવિત અવસ્થામાં છે. એકાંતમાં તેને સાંભળવાથી શ્વાસ લેવાનો અવાજ સાંભળવા મળે છે અને મુખમાંથી “રામ” નામનો અવાજ પણ સાંભળવા મળે છે.
આ મૂર્તિના સ્થાપન વિષે એવું કહેવાય છે કે તાપનેરનાં રાજા હુકમ તેજપ્રતાપ સિંહને એવું સપનું આવ્યું હતું, જેમાં આ મુર્તિ આ સ્થાન પર નીકળી હોવાની વાત જણાવવામાં આવી હતી. રાજાએ આ મૂર્તિ ને પોતાના મહેલમાં લઈ જવાની કોશિશ કરી, પરંતુ આમ થઈ શક્યું નહીં. આ મૂર્તિ આજે પણ ત્યાં જીવિત અવસ્થામાં સ્થાપિત છે.