આપણા ઘરના આંગણે આવેલું જાનવર આપણને કેટલુ પ્રિય હોઈ છે? આજે વાત કરીશું એક આવી જ એનિમલ લવરની જેને પોતાના પ્રિય કૂતરીને શોધવા 350 કિલોમીટર નો પ્રવાસ ખેડી લીધો.

કોણે કહ્યું કે મનુષ્ય પ્રાણીઓને અનહદ પ્રેમ ન કરી શકે! ઉત્તરાખંડની 31 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાએ તેની પાળેલી કૂતરી શોધવા માટે 349 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે. તેની કૂતરીનું નામ ‘કૂકી’ છે. છેલ્લા એક મહિનાથી પ્રજ્ઞાએ તેના કૂકીને શોધવા માટે 400 પેમ્પલેટ વેચ્યા છે અને કૂકીની જાણકારી આપનાર માટે 10 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે. કૂતરીને શોધવા માટે તે ઉત્તરાખંડથી દિલ્હી 350 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો.પ્રજ્ઞાને કૂકી સાઉથ દિલ્હીમાં રસ્તા પર મળી હતી. તે રસ્તાની એક બાજુ રડી રહી હતી અને પ્રજ્ઞા તેને ઘરે લઇ આવી. પ્રજ્ઞાએ કહ્યું કે, કૂકીને મારી સાથે સારું એવું ફાવી ગયું હતું. મારે એક કામ માટે ઉત્તરાખંડ જવાનું થયું. આટલા દિવસ હું કૂકીને એકલી મૂકી ન શકું આ અંતે હું તેને કોઈ દત્તક લે તેવી ફેમિલીની શોધ કરવા લાગી. અમેરિકાના એક વ્યક્તિએ મને વાયદો કર્યો હતો કે, તે ભારત એક મહિના માટે આવશે અને કૂકીને દત્તક લેશે. ત્યારબાદ તેણે મને કૂકીને નોઈડામાં એનિમલ વેલ્ફેર સેન્ટરમાં મૂકવાની વાત કરી. 8 જૂને કૂકીને સેન્ટર મોકલી દીધી.

8 જુલાઈએ પ્રજ્ઞા જ્યારે દિલ્હી પરત આવી ત્યારે તેને ખબર પડી કે કૂકી સેન્ટરમાંથી ક્યાંક ભાગી ગઈ છે. આ સાંભળીને પ્રજ્ઞાને ઘણું દુઃખ થયું. તેણે કૂકીને કોઈ પણ સંજોગે શોધવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી. નોઈડા પોલીસમાં પ્રજ્ઞા કૂકી ખોવાઈ હોવાની ફરિયાદ નોંધાવવા પણ ગઈ પણ પોલીસે કોઈ સરખો રિસ્પોન્સ ન આપ્યો.તેણે કહ્યું કે, પોલીસની પાસે ખોવાયેલા કૂતરાં શોધવા માટે સમય નથી. જો કે, પોલીસે પોતાના બચાવપક્ષમાં કહ્યું કે, અમે ફરિયાદ લખી લીધી છે અને તપાસ ચાલુ છે.

Write A Comment