સામન્ય રીતે જોવા જઈએ તો કોઈપણ યુનિવર્સિટીની પરીક્ષા કાઈ સહેલી નથી હોતી અને એમાં પન જેએનયુ જેવી યુનિવર્સિટીની પરિક્ષા તો અલગ જ છે ત્યારે આજે વાત ક્રિધુ 34 વર્ષીય એક ચોકીદારની જેને આ પરીક્ષા પાસ કરી દીધી. જેએનયુના 34 વર્ષીય ચોકીદારએ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી, કહ્યું-નેક્સ્ટ ટાર્ગેટ સિવિલ પરીક્ષા પાસ કરવાનો છે સિક્યોરિટી ગાર્ડ કમજલ મીણા ભણવા માટે 30 કિલોમીટર ચાલીને કોલેજ જતો હતો.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા કમજલ મીણાએ પોતાની મહેનતથી સૌ કોઈની બોલતી બંધ કરી દીધી છે. 34 વર્ષીય કમજલે બી.એ રશિયનમાં એડમિશન લેવા માટે યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી દીધી છે.

યુનિવર્સિટીના અધિકારીએ કહ્યું કે, અમારી સામે આ પ્રકારનો કેસ પ્રથમ વખત આવ્યો છે. અમારીથી થાય તેટલી તમામ મદદ અમે તેને કરીશું.

ભણવા માટે 30 કિલોમીટર દૂર ચાલીને કોલેજ જતો હતો

કમજલ મૂળ રાજસ્થાનના કરૌલી જિલ્લાનો રહેવાસી છે. તેણે રાજસ્થાન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ, ઇતિહાસ અને હિન્દીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. ભણવા માટે તે પોતાના ગામથી આશરે 30 કિલોમીટર ચાલીને કોલેજ જતો હતો. ભણવાની સાથે તે પિતાને પણ કામમાં મદદ કરતો હતો. નોકરીની શોધમાં તે દિલ્હી આવ્યો અને વર્ષ 2014માં તેને જેએનયુમાં સિક્યોરિટી ગાર્ડમાં નોકરી મળી ગઈ.

‘અમે તેને આર્થિક મદદ કરીશું’

યુનિવર્સિટીના કુલપતિ જગદીશકુમારે કહ્યું કે, અમે હંમેશાં વિદ્યાર્થીઓનું જીવન સ્તર સારું બનાવવા તેમને પ્રેરિત કરીએ છીએ. રહી વાત સિક્યોરિટી ગાર્ડની તો અમે તેની આર્થિક મદદ પણ કરીશું. કમજલ તેની પત્ની અને ત્રણ દીકરીઓ સાથે રૂમ ભાડે રૂમ રહે છે. ભણવા પ્રત્યેની તેની ધગશ જોઈને અમે બધા ખુશ થયા છીએ.

‘હું રાતોરાત ફેમસ થઈ ગયો’

કમજલે કહ્યું કે, જેએનયુમાં નોકરી કરવાથી મને સમાજ સાથે કેવી રીતે રહેવું તે શીખવા મળ્યું. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મને હંમેશાં પ્રોત્સાહિત કર્યો છે. અત્યારે ચારેકોરથી લોકો મને શુભકામના આપી રહ્યા છે. મને એવું લાગે છે કે, હું રાતોરાત ફેમસ થઈ ગયો.

‘વિદેશ ફરવું છે’

હાલ કમજલનો પગાર 15 હજાર રૂપિયા છે. તેણે કહ્યું કે, વિદેશી ભાષા શીખીને હું વિદેશ ફરવા માગું છું. મારો નેક્સ્ટ ટાર્ગેટ સિવિલ સર્વિસ પાસ કરવાનો છે. મને એક વાત સમજાતી નથી કે લોકો જેએનયુ વિશે ખોટું કેમ વિચારે છે! જે પણ અફવાહો યુનિવર્સિટી લઈને ફેલાવવામાં આવે છે તે બધી તદ્દન ખોટી છે.

Write A Comment