અત્યંત સુગંધીદાર, પ્રાચિનકાળથી વપરાતી એવી એલચી ના અનેક લાભો છે. તેનો ઉપયોગ પ્રાચીનકાળ થી મુખવાસ તરીકે થતો આવ્યો છે. મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈપણ વ્યંજન, મીઠાઈ માં સુગંધ લાવવા માટે એલચી નો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાન માં નાખવામાં આવે છે.
ભારત માં એલચી નું બજાર ખુબ વિકસેલું છે. કેરલા, મલબાર માં પુષ્કળ એલચી થાય છે. ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં એલચી બહાર વિદેશ મોકલવામાં આવે છે. એલચીના જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદા આજે અમે જણાવીશું. આપણે કેવી રીતે ઇલાયચીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ અને મોટા રોગોથી બચી શકીએ તે વિશે આયુર્વેદમાં પણ એક ઉલ્લેખ છે. એલચી બાળકોને અનેક પ્રકારના રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે.
એલચી ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ ફાયદો થાય છે. એલચીના ફાયદા મેમરી વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે. ખરેખર, એનસીબીઆઈ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, એલચીના ઔષધીય ગુણધર્મો મેમરી વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે, તેનો ઉપયોગ ચા અથવા અન્ય ખાદ્ય ચીજોમાં થઈ શકે છે.
એલચી, બિલા, દૂધ અને પાણી મિક્સ કરીને દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને પીવાથી તમામ પ્રકારના તાવ મટી જાય છે. આમળા ના રસ સાથે એલચીનું સેવન કરવાથી શરીરની બળતરા, પેશાબની બળતરા, અને હાથ-પગની બળતરા દૂર થાય છે. જીવ મુંઝાતો હોય ત્યારે એલચીના ભુક્કા ને મધ સાથે મિલાવીને ચાટવાથી રાહત થાય છે.
કપૂર, એલચીના દાણા, બદામ અને પીસ્તાને પાણી સાથે પથ્થર પર ખુબ લસોટવી. ત્યારબાદ દૂધ માં નાખીને ખુબ ઉકાળવુ અડધું દૂધ બાકી રહે ત્યારે સાકર નાખીને ઉકાળવું. હલવા જેવું થાય એટલે તેમાં ચાંદી નો વરખ નાખીને રોજ થોડું થોડું ખાવાથી શક્તિ આવે છે અને આંખો નું તેજ વધે છે. એલચીનો સાચો ઉપયોગ કરવાથી શરદીથી રાહત મેળવી શકીએ છીએ, પરંતુ તેનાથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે.
દરેક વખતે ભોજન બાદ એલચી ખાવાનો આગ્રહ રાખો. આનાથી પાચનતંત્ર મજબૂત બનશે અને ડિટોક્સિફાઇ કરવા માટે વૈકલ્પિક રૂપથી દરરોજ સવારે એલચી ની ચા પણ પી શકો છો. એલચી માં રહેલ આવશ્યક તેલ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે અને તે પેટના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. એલચી માં રહેલ તેલ લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી પેટ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના પરિણામે ભૂખ સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે. માનવામાં આવે છે કે ચપટી એલચીમાં વધુ સારા પરિણામ આવવાની સંભાવના છે.