શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહનો સંબંધ વૈવાહિક અને રોમાટિંગ જીવન સાથે પણ છે. જો વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય તો આ ખુબજ શુભ ફળ આપે છે. શુક્ર એક રાશિમાં લગભગ 23 દિવસ સુધી રહે છે અને ત્યારબાદ આ બીજી રાશિમાં ભ્રમણ કરે છે.

23 જુલાઈ મંગળવારે બપોરે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 16 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ ગોચરથી તમામ રાશિઓ પર કેવો પડશે પ્રભાવ જાણીએ.

મેષ રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર ચોથા ભાવમાં થશે. નોકરી કરતા લોકોને ફાયદો થશે. સામાજિક કાર્યો અંગેની બાબતો માટે સાનુકૂળતા સર્જાય, નાણાભીડ હજી મૂંઝવતી લાગે, આરોગ્ય સચવાય, થોડું સંભાળીને રહેવુ.આ સમયમાં તો ખાસ તમારે આરોગ્ય સાચવવું અને પૈસા આવશે પરંતુ વધુ ખર્ચ થવાથી નાણાભીડ રહેશે જો સાચવીને બચાવવા તમે સક્ષમ હોઈ તો જીવન બદલાઈ જશે.

વૃષભ રાશિ

આ રાશિનો સ્વામી સ્વયં શુક્ર છે અને શુક્રનું ગોચર તમારા ત્રીજા ભાવમાં હશે. આ તમારા માટે ખુબજ શુભ માનવામાં આવે છે. મનની મુરાદોને બર આવતી જોઈ શકશો. સમય ભલે વધુ લાગે.

પ્રવાસ-મિલન-મુલાકાત અંગે ઠીક રૂપિયા તો મધ્યમ આવશે પણ તમે સટ્ટા-જુગારથી દુર રહેજો આ મહિનામાં તમને સટ્ટા જુગારમાં વધુ નુકસાન ભોગવવું પડશે નહીં તો, આરોગ્ય પ્રત્યે સંભાડ રાખજો,બહારનું ખાવા પ્રત્યે ધ્યાન રાખજો.

મિથુન રાશિ

શુક્ર આ રાશિમાં બીજા ભાવમાં ગોચર કરશે. આ ગોચર તમારા પરિવાર માટે ખુબજ શ્રેષ્ઠ છે. વધુ પડતાં સ્વપ્નસેવી બનવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર રહી ચાલશો તો લાભ છે. શેખ ચિલ્લીના સપના જોતા કરતા મેહનત પર વિશ્વાસ રાખજો અને થોડીક શ્રદ્ધા મહાદેવ ઉપર રાખજો તમારા સઘળા કામ પાર ઊતરશે.

કર્ક રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર લગ્ન ભાવને પ્રભાવિત કરશે. આ સમય તમારા માટે ખુબજ સારો છે. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો. આપની વધુ પડતી ઊંચી આકાંક્ષાઓ પાછળ દોડવા કરતાં નજીક દેખાતો લાભ લઈ લેવો સારો સમજો. જીવનમાં સંઘર્ષ બાદ હમેશા આરામ આવતો હોય છે શાંતિથી પૈસા વાપરવા માટે આ મહિનો શ્રેષ્ઠ છે તો પૈસા વાપરજો પરંતુ લોભ-લાલચથી દૂર રહેજો.

સિંહ રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર બારમાં ભાવે રહેશે. આ દરમિયાન લાલચ વધશે. સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે. કામકાજો અટક્યા હશે તો આગળ ધપાવી શકશો અને સ્વજન મિત્રોથી ગેરસમજો દૂર કરજો આરોગ્ય સાચવજો, નોકરી અને છોકરી બેવના ચાન્સ છે તો બેવ કામ પાર પાડજો તેવી શુભકામનાઓ.

કન્યા રાશિ

શુક્રનું ગોચર તમારી રાશિમાં અગિયારમાં ભાવમાં થઈ રહ્યુ છે. આ તમારી નોકરી કે વેપાર પર અસર કરશે. અગણિત ચિંતાઓને નાથવા વધુ કાર્યશીલ રહેજો અને સ્વજનો-મિત્રોથી સમાધાન રાખજો. ખર્ચા વધતા જણાય, જમવામાં ધ્યાન રાખજો, બીમાર પડવાના ચાન્સ પણ છે જેથી બહારનું આરોગ્યા કરતા બને ત્યા સુધી ઘરનું ખાવાનું ખાજો અને હનુમાનજીને પ્રાર્થના કરજો.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે આથી આ ગોચરથી તમને ખુબજ ફાયદો થશે. આ રાશિમાં શુક્ર દશમાં ભાવમાં રહેશે. શુક્ર તમારા માટે લાભ અવસર વધારશે. તમારી કદર ભલે થતી ન જણાય, પરંતુ સૌને તમારો ખપ પડશે, વિવાદ અટકે, નાણાભીડ વર્તાય. પણ આ નાણાભીડમાં ક્યાંય લોભ કે લાલચમાં ના પડશો અને સમસ્યાને જલ્દીથી જલ્દી પતાવવા માટે સમાધાન કરજો જેથી સમસ્યાઓ પતિ શકે.

વૃશ્ચિક રાશિ

તમારી રાશિમાં શુક્રનું ગોચર નવમા ભાવમાં થશે. નોકરીમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. વૈવાહિક જીવન સારૂ રહેશે. જીવનસાથી સહયોગ આપશે.પ્રતિકૂળતાઓ ભરેલાં સંજોગોમાંથી માર્ગ મળતો જણાય. આશાઓને ફળીભૂત કરવા ધીરજ જરૂરી સમજવી.માં અંબાની ઉપાસનાં કરજો જેથી સમસ્યાઓ દૂર રહે.

ધન રાશિ

ધન રાશિનો સ્વામી ગુરૂ અને શુક્ર જે એક બીજા સાથે શત્રુતા રાખે છે. તમારા મહત્વનાં કામકાજો અંગે જરૂરી સંજોગો ઊભાં થાય અને પ્રગતિનો માર્ગ મોકળો થાય. આરોગ્ય અને પ્રવાસ ખુબજ સાચવીને જાળવજો પહેલું અઠવાડિયામાં સાચવીને આ બે કામ કરજો જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય

મકર રાશિ

આ રાશિનો સ્વામી શનિ છે. શનિ અને શુક્ર મિત્ર ગ્રહ છે. આ ગોચર તમારા વિવાહ જીવનમાં નવા પ્રાણ ભરી દેશે. ઊંચી મંજિલ કરતાં ટૂંકી મંજિલ વધુ જલદી મળે તેમ સમજી ચાલશો તો મહેનત લેખે લાગશે. સ્નેહીથી મિલન-મદદ, રૂપિયા ખુબજ આવવાના છે પણ જુના દેવા ચૂકવવા માટે જે તમે ચૂકવિ દેજો આ મહિનો શ્રેષ્ઠ છે નવા વ્યાપાર ધંધા કરવા માટે.

કુંભ રાશિ

આપના માટે આ ગોચર છઠ્ઠા ભાવમાં થઈ રહ્યુ છે. ખરચાઓ વધશે, વિવાદથી બચવુ. વિષાદ-અશાંતિના વિચારોને દૂર કરી શકશો અને વધુ રચનાત્મક કાર્યોમાં મન પરોવી શકશો. નવા કામ હમણાં ના કરશો, સોનુ ચાંદી ખરીદવા ઉત્તમ તક છે,વાહન નવું ખરીદી શકાશે.

મીન રાશિ

આપના માટે આ ગોચર પાંચમા ભાવમાં થઈ રહ્યુ છે. કમાણીના સાધનો વધશે. આ ગોચર તમારા માટે સારા સમાચાર લઈને આવશે. સામાજિક કામકાજ પ્રવૃત્તિમાં સફળતા પ્રાપ્ત થાય, મનોરંજન, પ્રવાસ-મુલાકાતો અંગે સાનુકૂળતા વર્તાય.

Write A Comment