ગુજરાત માં સરકાર ટ્રાફિક નિયમિ ને લઈને ખુબજ કડક થઈ ગઈ છે. જોકે એવી અફવા પણ ઉડે છે કે સરકાર પોતાનું દેવું ચૂકવવા આવા પગલાં ભરે છે. ત્યારે વાત સાચી શુ છે તે કહી શકાય નહીં.પરંતુ હાલમાં વધુ એક ટ્રાફિક નિયમ માં ફેરફાર થયો છે.
શહેરમાં વાહનચાલકો તપેલી હેલ્મેટ પહેરશે તો દંડ થઇ શકશે નહી.જો કે, હેલ્મેટ ISI માર્કા વગરનું હશે તો શહેર ટ્રાફિક પોલીસ નિયમ પ્રમાણે દંડ ફટકારશે. નવા નિયમો લાગુ થતાં ચાલકો ફૂટપાથ, લારી અને દુકાનોમાં ISI માર્કા વગરના હેલ્મેટ ખરીદી પહેરતા હોય છે.જે હવે નિયમ ના વિરુદ્ધ હશે નિયમિત રૂપે હવે હાલ્ફ હેલમેટ હવે માન્ય રહેશે નય ખાસ કરીને આ હેલમેટ અમદાવાદ માં જોવા મળતા હોય છે.
ત્યારે હવે અમદાવાદ વાસીઓ એ આવાત ની ખાસ તકેદારી લેવી જોઈએ કારણ કે હવે તમારે ફૂલ હેલમેટ જ પહેરવું પડશે હાલ્ફ હેલમેટ માન્ય ઘણાં સે નહીં.૧ નવેમ્બરથી દંડમાં તોતિંગ વધારો થયા બાદ પોલીસે ધોંસ બોલાવીને દંડની વસૂલાત શરૂ કરી છે.ત્યારે શહેરમાં હેલ્મેટ વગરના સાત હજારથી વધુ ચાલકોને ૩૫ લાખથી વધુ દંડ વસૂલ્યો છે.આ દંડથી બચવા લોકો ફૂટપાથ, લારીઓમાં તેમજ દુકાનમાંથી સસ્તામાં ISI માર્કા વગરના હેલ્મેટ લઇ લેતા હોય છે. અને તેમાં પણ તપેલી હેલ્મેટ ૨૦૦થી ૨૫૦ રપિયામાં મળતું હોય છે.ત્યારે આજથી જાહેર થયેલા નવા નિયમ મુજબ હવે આ તપેલી આકાર નો એટલે કે ફક્ત માથું જ કવર કરતો હેલમેટ માન્ય ઘણા શે નહીં તે માટે તમારે આખો હેલમેટ એટલે કે આખા ચેહરા સહિત ના ભાગ ને કવર કરતો હેલમેટ પહેરવાનો રેહશે.
ખાસ કરીને અમદાવાદ માં મોટે ભાગે લોકો આ તપેલી આકાર નો હેલમેટ પહેરતા હોય છે ત્યારે હવે એ પ્રશ્ન થાય છે કે સરકાર કેટલા નિયમો બદલશે. મોટાભાગના ચાલકો તપેલું હેલમેટ નો ઉપયોગ વધુ કરતા હોય છે.
દંડની કાર્યવાહીથી રસ્તા પર હેલ્મેટ વગરના ચાલકોનું પ્રમાણ ઘટયું છે.આ અંગે ડીસીપી તેજસ પેટેલે જણાવ્યું હતું કે મોટાભાગના ચાલકો તપેલી હેલ્મેટ પહેરતા હોય છે.તપેલી હેલ્મેટ પર પાબંધી નથી પણ હેલ્મેટ ISI માર્કાવાળું હોવું જોઇએ.જોકે સરકાર નું એ પણ કહેવું છે કે ISI માર્ક ફક્ત ફૂલ હેલ્મેટ પરજ આપવામાં આવશે અન્ય હેલ્મેટ પર નહીં.