જો તમારી સેક્સ લાઇફ એવા પોઇન્ટ પર પહોંચી ગઈ હોય કે સેક્સ તમને એક રુટિલ લાઇફ કામ લાગતું હોય તો સમય આવી ગયો છે કે તમે પોતાના બેડરુમમાં નવા નવા એક્સપેરિમેન્ટને જગ્યા આપો અને તમારા સેક્સ એક્ટને રિઇવેન્ટ કરો. અમે તમને કેટલીક એવી સહેલી ટિપ્સ આપી રહ્યા છીએ જેના દ્વારા તમે પોતાની કામેચ્છાને ફરી જાગૃત કરી શકશો સાથે જ પાર્ટનરમાં પણ ઉત્તેજના લાવી શકશો.

જો તમને દરરોજ એક જ પ્રકારનું ખાવાનું આપવામાં આવે તો થોડા દિવસોમાં કંટાળી જશે તેની જેમ દરરોજ એક જ પ્રકારે સેક્સ કરવાથી તમે અને પાર્ટનર બંને સેક્સ રુટિનથી કંટાળી જશો અને બેડરુમ લાઇફમાં નીરસતા આવી જશે, બધુ જ એક યંત્રવત ના કરશો. જો તમે પ્લેમાં કોને જલ્દી ઓર્ગેઝમ મળી જાય તેની રેસ ચાલતી હોય તો સમજી લેવું કે સમય આવી ગયો છે કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. જો તમે હંમેશા રાત્રે સેક્સ કરતા હોવ તો હવે સવારે અથવા બપોરને સમયે કરો. જો દર વખતે તમારો પાર્ટનર જ ઓન ટોપ હોય તો આ વખતે તમે લીડ કરો અને પાર્ટનરને સરપ્રાઇઝ આપો.

સેક્સ માટે સ્પેશિયલ ટાઇમ

તેમાં કોઈ શક નથી કે સ્પોન્ટેનિયસ સેક્સ એટલે કે સહજ અને સ્વાભાવિક રીતે અચાનક જ સેક્સ્યુઅલ એક્ટમાં સામેલ થવું હંમેશા એક સારી વાત છે. પરંતુ અનેકવાર આપણે પોતાના બીઝી શેડ્યુલ, જોબ ડિમાન્ડ, પરિવારની જવાબદારી અને ઘરના કામ વચ્ચે સેક્સ કરવામાં સમય કાઢવાનું જ ભૂલી જઈએ છીએ. જેથી આ વખતે પોતાના સેક્સ્યુઅલ એક્ટ માટે પહેલાથી જ પ્લાનિંગ કરો. કોઈ ખાસ જગ્યા ડિસાઇઢ કરો, પાર્ટનરને આ અંગે હિંટ આપો અને એકબીજાનો મૂડ ડેવલોપ કરો.

પાર્ટનર શું જોવા માગે છે

સેક્સ દરમિયાન અંધારું અને આ દરમિયાન કપડા ઉતરાવા અને પછી અંધારામાં જ ફરી પહેરીલેવા તેમાં એટલું એક્સાઇટમેન્ટ નથી. માટે જો તમે પાર્ટનરની ઉત્તેજના વધારવા માગો છો તો ઘરમાં કોઈ ન હોય તેવા સમયે પોતાના પાર્ટનર સામે અચાનક નેકેડ કે પછી સેક્સ લૉન્જરી પહેરીને પહોંચી જાવ. પછી જુઓ પાર્ટનરની કામેચ્છા અને ઉત્તેજના બંને કેવા વધી જાય છે.

જૂના દિવસોની યાદ તાજી કરો

તમને તમારા જૂના દિવસો જરુર યાદ હશે જ્યારે તમે બંને એકબીજના શરીર પરથી હાથ દૂર જ કરી જ નહોતા શકતા. ત્યારે આ વખતે પાર્ટનરની ઉત્તેજના ફરી ઉત્તેજીત કરવા આ જૂની યાદોને તાજા કરી શકો છો. જે માટે પાર્ટનર માટે એક રોમેન્ટિક ડિનર પ્લાન કરો. જ્યરે તમે બંનેએ એકબીજાને પહેલીવાર જોયા કે પહેલીવાર સેક્સ કર્યું હોય તે ઘટનાને યાદ કરો.

બેડરુમમાં કરો ફેરફાર

બેડરુમમાં જરા પણ બોરડમને જગ્યા આપો નહીં. જે માટે એવું હોય તો બેડરુમને થોડો ઇરોટિક લૂક આપો. સેક્સી ફીલ કરવા માટે બેડ પર સિલ્ક અને સાટિનની ચાદર ઓછાળો. તમે ઇચ્છો તો ખાવામાં કામોત્તેજક વસ્તુઓ બનાવો. તેમજ કેન્ડલ લાઇડ ડિનર જ નહીં કેન્ડલ લાઇડ બાથ પણ કરો. આખા બેડરુમને સેન્ડલ ઓઇલ અને મીણબત્તીથી ઝગમગાવી દો. આટલું કર્યા બાદ તમે જોશો કો પાર્ટનરની કામેચ્છા અને ઉત્તેજના બંને વધી જશે.

Write A Comment