દેશનો સૌથી જટિલ મુદ્દા નો ચુકાદો આવી ગયો પરંતુ મહારાષ્ટ્ર માં કોની સરકાર બમશે તેનો નિર્ણય હજુ પણ યથાવત છે રાષ્ટ્રપતિ શાસન બાદ હાજી પણ પાર્ટીઓ પોતે સરકાર બનવવા નો દાવો કરી રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે એક પ્રેસકોનફરન્સમાં એવો અણસાર આપ્યો હતો કે ભીજપ સાથે સમજૂતીના દરવાજા હજુ ખુલ્લા છે.
બન્યું એવું કે શિવસેનાને રાજ્યપાલે સરકાર રચવા પોતાની પાસે 145 સભ્યોનો ટેકો છે એવું દર્શાવવા ગવર્નર હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે શિવસેનાને એમ હતું કે એનસીપી અને કોંગ્રેસ પોતાની સાથે જ છે. પરંતુ ગવર્નર હાઉસમાં શિવસેનાના નેતાઓ એક દોઢ કલાક બેસી રહ્યા છતાં એનસીપી કે કોંગ્રેસ તરફથી સંમતિપત્ર આવ્યો નહીં અને શિવસેનાએ મહારાષ્ટ્રમાં એનસીપી તથા કોંગ્રેસ સાથે સરકાર રચવાની તક ગુમાવી દીધી. તુરે હવે ઉદ્ધવ ઠાકરે પાસે અન્ય કોઈ રસ્તો રહ્યો નથી.શિવસેના પાસે એક માત્ર રસ્તો ભાજપ સાથે ગઠબંધન છે.
શિવસેના અને ભાજપ ના ગઠબંધન વચ્ચે ઘણા કારણો ઘર કરી ગયાં પરંતુ અંતઃ આ બને પાર્ટી સરકાર બનાવે તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે શું શિવસેના ની માંગ ભાજપ મંજુર કરશે કે પછી ભાજપ ની દિશા પર શિવસેના ચાલશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાલમાં એંધાણ એવા માડી રહ્યા છે કે શિવસેના ભાજપ સાથે જોડાઈ શકે છે. મુંબઇના એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ શિવસેનાએ રાજ્યપાલના રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાના નિર્ણયને તત્કાળ સુપ્રીમમાં પડકારવાનો નિર્ણય કર્યો ન હતો.
કોંગ્રેસના પીઢ નેતા અને પ્રખર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે શિવસેનાને ઑફર કરી હતી કે તમારા વતી હું રાષ્ટ્રપતિ શાસનને પડકારતી અરજીનો કેસ લડવા તૈયાર છું. ત્યારે શિવસેના ના હોસલા માં વધારો થયો હતો. જોકે હાલમાં પણ આ અંગે કોઈ જાણકારી આવી નથી ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે શિવસેના સામે બીજો કોઇ રસ્તો વધતો નથી.
શિવસેના એ ગઠબંધન કરવું હોય તો ભાજપ ની વાત માનવી પડે તેમ લાગી રહ્યું છે.પરંતુ એવું પણ જાણવા મળી રહ્યું છે કે શિવસેના ગઠબંધન કરશે યો પણ પોતાનો જુઓ ફોર્મ્યુલા 50-50 ને પેહલાં મુકેશે. હવે ઉદ્ધવ ઠાકરેને કદાચ સમજાયું હતું કે એનસીપીના શરદ પવારની વાત પર ભરોસો રાખીને શિવસેના છેતરાઇ હતી. એટલે મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં ઉદ્ધવે કહ્યું કે ભાજપે અમારી સાથેના સંબંધો તોડ્યા છે. શિવસેનાએ ભાજપ સાથેના સંબંધો તોડ્યા નથી.
રાજકીય નિરીક્ષકો આ વિધાનનો અર્થ એવો ઘટાવે છે કે ભાજપ થોડું નમવા તૈયાર થાય તો શિવસેના ફરી એકવાર ભાજપ સાથે સરકાર રચવા તૈયાર થઇ જશે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન પણ ગવર્નર ચૂંટાયેલા વિધાનસભ્યોને પોતાનો નેતા ચૂંટવાની અને સરકાર રચવાની તક આપી શકે છે.તો આ તક નો લાભ લેવા શિવસેના અને ભાજપ નું ગઠબંધન સરકાર રચી શકે છે. પરંતુ વાત ત્યાં આવી ને અટકી જાય છે કે શું મહારાષ્ટ્ર માં બે મુખ્યમંત્રી ના ચેહરા સામે આવશે.શું આદિત્ય અને ભાજપ ના અન્ય કોઈ પણ મુખ્યમંત્રી બનશે. તે વાત જાણવા જેવી છે.