ગુજરાત સરકાર ટ્રાફિક નિયમો ને લઈને ખુબજ સજ્જ થઈ ગઈ છે.અગાવ ના નિયમો માં ફેરફાર કરી ને સરકારે નવા જાહેર કરેલા નિયમો નો લોકો એ ઘણો વિરોધ કર્યો પરંતુ તેમાં થોડા દિવસ ની રાહત આપી ને સરકારે એ આખરે નિયમો અમલ માં મૂકી દીધા.
ત્યારે હવે સરકાર તરફથી આ મામલે થોડી રાહત ની જાહેરાત કરવામાં આવી છે અને તે મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની જનતા માટે મહત્વની જાહેરાત કરી છે.આ જાહેરાત બાદ હવે ચેકપોસ્ટરનું તમામ કામ ઓનલાઈન થશે.પરિણામે વાહન ચાલકોને પણ હવે RTOએ જવાની જરૂર નહીં પડે.જેનાથી ચાલકો નો સમય બરબાદ મન થાય અને તેમની સાથે છેતરપીંડી પણ ના થાય.
સરકારનું આ નિયમ પાછળ નું હેતુ છે કે કોઈ પણ રીતે લોકો નિયમો નો અમલ કરે તેના માટે બહાન રૂપે કોઈ કારણ આવવું ના જોઈએ જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેકપોસ્ટનું હવે તમામ કામકાજ ઓનલાઈન થશે.આ માટે 250 ઠેકાણે લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે.જેથી કરીને વાહનચાલકો નો સમય બગડે નહીં અને જલ્દી થી તેઓ તમામ કામ પતાવી દે અને આ ના ચલતે હવે તમે મર્યાદિત સમય માં તમારું કામ પતાવી શકો છો.
સરકાર પીઠ પાછળ ચાલતા ભ્રષ્ટાચાર ને બંધ કરવા માટે આ નિયમ લાવી છે.જેથી કોઈ પણ સરકારી કર્મચારી વાહનચાલકો પાસે થી ખોટા પૈસા ના લઈ શકે.25 નવેમ્બરથી રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય રૂપાણી સરકાર દ્રારા લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી દ્રારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગ્રામ્ય અને શહેરના 8 લાખથી વધારે લોકોને ફાયદો થશે.ઉપરથી આડેધડ દંડ વસૂલીમાંથી પણ જનતાને મુક્તિ મળશે.આ નિયમ હવે ઘણો કારગર સાબિત થઈ શકે તેમ લાગે છે.સરકારનો નવો નિયમ વાહનચાલકો ને ઘણો ફાયદો કરી શકે છે.