પેટ્રોલિયમ જેલી કહો અથવા વેસેલિન, તે એક લોકપ્રિય ઉત્પાદન બની ગયું છે. આ જ કારણ છે કે મોટાભાગના ઘરોમાં તે સરળતાથી જોવા મળે છે. શિયાળાના મોટેભાગે લોકો તેનો ઉપયોગ ફાટેલા હોઠથી રાહત મેળવવા અથવા ત્વચાની શુષ્ક સમસ્યાથી છુટકારો મેળવવા માટે કરે છે. પરંતુ, તમે ક્યારેય તમારા વાળ માટે વેસેલિનનો ઉપયોગ કર્યો છે! જો નહીં, તો ચાલો આપણે જાણીએ કે વેસેલિનનો ઉપયોગ ત્વચાની સાથે વાળમાં પણ થઈ શકે છે.
વેસેલીન મોઇશ્ચરાઇઝરનો સારો વિકલ્પ માનવામાં આવે છે અને તેમાં ભેજ વધારવાના ગુણધર્મો ઓલિવ ઓઇલ કરતાં વધુ અસરકારક માનવામાં આવે છે . તેથી તેનો ઉપયોગ ત્વચા અને વાળ બંનેને ભેજ આપવા માટે કરી શકાય છે. એનસીબીઆઇ (નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફર્મેશન) ની વેબસાઇટ પર પ્રકાશિત સંશોધનમાં પણ આ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે. અને અન્ય સંશોધન સૂચવે છે કે વેસેલિનમાં કુદરતી ક્રૂડ તેલ હોય છે, જેના કારણે વેસેલિનનો ઉપયોગ વાળની સાથે સાથે ખોપરી ઉપરની ચામડીની સંભાળ માટે પણ થઈ શકે છે. આ બંને તથ્યો જોતાં, એવું માની શકાય કે વેસેલિન વાળ માટે સારૂ છે.
વાળમાં કંડિશનિંગનો અભાવ, વારંવાર કોમ્બીંગ અને અતિશય હિટ મશીનનો ઉપયોગ, ફાટેલા એટલે કે દ્વિમુખી વાળનું કારણ બની શકે છે . આ સિવાય કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ વાળના દ્વિમુખી વાળ થવાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. આ કિસ્સામાં, વેસેલીનનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે. વેસેલિનને ડેન્ડ્રફ દૂર કરવા માટે પણ મદદગાર ગણી શકાય. વાળ વૃદ્ધિની પ્રક્રિયાને વેગ આપવા માટે વેસેલિનનો ઉપયોગ કરી શકાય છે
વાળ માટેના વેસેલિનના ફાયદા અમે તમને પહેલાથી જ જણાવી દીધાં છે. તે જ સમયે, તેના ફાયદાઓ વધારવા માટે નાળિયેર તેલનો ઉપયોગ તેની સાથે પણ કરી શકાય છે. ખરેખર, નાળિયેર તેલ વાળમાં પ્રોટીનનું નુકસાન ઘટાડવામાં મદદ કરી શકે છે, જે વાળના આરોગ્યને જાળવવામાં મદદ કરી શકે છે. આ સિવાય, નાળિયેર તેલ ડેન્ડ્રફ ની સમસ્યાને દૂર કરીને વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપી શકે છે. નાળિયેર તેલ ગરમ કરીને તેમા વેસેલીન નાખો. પછી તેને મૂળથી વાળના છેડા સુધી લગાવો અને આખી રાત રહેવા દો અને સવારે શેમ્પુ થી વાળ સાફ કરી નાખો.
ડુંગળી વાળ ને ખરતા અટકાવવામાં મદદ કરે છે. વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપી શકે છે વાળ માટે વેસેલિન કેવી રીતે ઉપયોગી છે. આ આધારે, એવું માની શકાય છે કે વેસેલિન સાથે ડુંગળીના રસનો ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક વાટકીમાં વેસેલિન અને ડુંગળીના રસનું મિશ્રણ તૈયાર કરો. પછી તેને મૂળથી વાળના છેડા સુધી લગાવો. 2-3 કલાક પછી વાળને નવશેકા પાણીથી ધોઈ લો.
ઓલિવમાં ઓલ્યુરોપિન નામનું તત્વ હોય છે, જે વાળ વૃદ્ધિની પ્રક્રિયામાં મદદ કરી શકે છે એનસીબીઆઈ દ્વારા કરવામાં આવેલા અન્ય અધ્યયન મુજબ, મોટાભાગના હર્બલ ઉત્પાદનોમાં ઓલિવ તેલનો ઉપયોગ થાય છે. તેની ઇમોલીએન્ટ (ત્વચા નરમ પડવાની) અસર અને આમાં રહેલા હાજર સમૃદ્ધ પોષક તત્વ વાળના નુકસાન અને વાળ ખરવાને ઘટાડી શકે છે.
ઉપરાંત, તે દ્વિમુખી વાળ માટે પણ અસરકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં, વેસેલિન અને ઓલિવ તેલના મિશ્રણવાળા હેર પેક વાળને નરમ બનાવવા અને વિકસાવવામાં મદદગાર ગણાવી શકાય છે. એક વટકીમાં ઓલિવ તેલ અને વેસેલીન મિક્સ કરો. આ પછી તેને વાળની મૂળિયા પર લગાવો અને હળવા હાથથી મસાજ કરો. 1 કલાક પછી વાળને નવશેકા પાણીથી ધોઈ લો.
વાળ માટે વેસેલિનના ફાયદા વધારવા માટે તેમાં વિટામિન ઇ પણ ઉમેરી શકાય છે. વિટામિન ઇ એલોપેસીયાની સમસ્યાને ઘટાડીને વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. ખરેખર, વિટામિન ઇમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણધર્મો છે, જે ખોપરી ઉપરની ચામડીના ઓક્સિડેટીવ તણાવ ઘટાડી શકે છે. આ વાળના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે. આ આધારે વાળના વધુ સારા વિકાસ માટે વેસેલિન અને વિટામિન ઇનું હેર પેક અસરકારક ગણી શકાય.વેસેલીન ગરમ કરી તેમાં વિટામિન ઇ ઉમેરો અને મિક્સ કરો.વાળના મૂળ માં સારી રીતે લગાવી 5 મિનિટ મસાજ કરો. તેને આખી રાત રહેવા દયો. બીજા દિવસે વાળને શેમ્પૂથી ધોઈ લેવા.