પટેલ સમાજ નું ગૌરવ કહેવાતા વિઠ્ઠલ ભાઈ આજે આપણી વચ્ચે નથી તે કહેવું પણ યોગ્ય નથી આજે ભલે વિઠ્ઠલ ભાઈ આપણી વચ્ચે ના હોય પરંતુ આ અડીખમ નેતા આજ પણ સમગ્ર સૌરાષ્ટ્ર વાશીઓના દિલમાં છે.વિઠ્ઠલ રાદડિયા નામ જ એવું હતું. જેસાંભળી તેમનો પરિચય આપવાનું જરૂર ન હતી. સૌરાષ્ટ્રના ખુબજ લોકપ્રિય નેતા વિઠ્ઠલ રાદડિયાના નિધન બાદ લોકો હાલ પણ તેમના યાદ કરી રહ્યા છે.દબંગ નેતાની છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાની લાંબી બીમારી બાદ નિધન થયું હતું.તેમના માટે કહેવાતું કે, પક્ષ ગૌણ છે.
તેઓ જે પણ પક્ષમાં રહ્યા ચૂંટણી જીત્યાજ છે.મોઢાના કેન્સર સામે તેઓ હાર ગયા હતા અને આજે 29 જુલાઈ, 2019ના રોજ તેમનું નિધન થયું છે.તેમના મત વિસ્તાર જામકંડોરણા, ધોરાજીના મતદારો પર તેમની ખૂબ સારી પકડ હતી. આથી જ તેઓ કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડતા લોકો તેને ભારે બહુમતિથી જીતાડતા હતા. સૌરાષ્ટ્રમાં તેઓ છોટે સરદારના નામથી જાણીતા હતા.અમે કેમ ના હોય વિઠ્ઠલ રાદડિયા જ્યાં સુધી જીવ્યા ત્યાંસુધી તેઓએ પોતાની આસપાસ ના બધા લોકો નું વિચાર્યું હતું.
વિઠ્ઠલ રાદડિયા આમતો લોકો માટે ઘણા સારા કામ કરી ચુક્યા છે પોતે સાંસદ પદે થી તમામ વિસ્તાર ના લોકો માટે ઘણાં સારા કામ કર્યા છે પરંતુ વાત કરીએ વિઠ્ઠલ ભાઈ ની સંસ્થા ની તો વિઠ્ઠલ રાદડિયાની અનેક સંસ્થાઓ તેઓ અનેક સંસ્થાઓ ચલાવતા હતા.પરંતુ તેમાં ઘણી સંસ્થા ખાસ હતી.જેમાં જામકંડોરણા ખાતે આવેલી લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઇ સવજીભાઇ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન, માતૃશ્રી જયાબેન સવજીભાઇ ભાલાળા ક્ન્યા છાત્રાલય વગેરે સંસ્થાઓનો મુખ્ય સંસ્થા ઓ છે.તુરે આજે આપણે વાત કરીએ વિઠ્ઠલ ભાઈ ના ખાસ એક એવી આદત જે તેમને બધાં થી અલગ પાડે છે.
ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે કે વિઠ્ઠલ રાદડીયાએ પોતાના તમામ વાહનોની ઉપર વૈભવ એવું નામ લખાવ્યું છે.તેઓ શા માટે વૈભવ લખાવતા હતા તે જાણવું પણ રસપ્રદ છે.વિઠ્ઠલ રાદડિયા આખા ગુજરાત માં પોતાનાં નામ ને લીધે અલગ પડે છે પરંતુ તેમ છતાં પણ પોતાની દરેક ગાડી પર વૈભવ લખવું એ તેમને એક દમ અલગ પાળે છે વર્ષો સુધી તેમના ખાસ માણસો ને પણ આવાત ની જાણ ન હતી કે તેઓ શા માટે આ લખાવે છે. આ વાત ખુબજ ખાસ છે. કારણ કે સૌરાષ્ટ્ર ના કદાવર નેતા પોતાની દરેક ગાડી એક ખાસ ચિહ્ન છોડે અને તેની કોઈ ને જાણ ન હોવી તે નવાઈ લાગે તેવી વાત છે પરંતુ આ વાત સમજવા માટે તમારે પેહલાં વિઠ્ઠલ ભાઈ ના પરિવાર વિશે જાણવું પડશે તો આવો જાણીએ વિઠ્ઠલ રાદડિયાનાં પરિવાર ચાર પુત્રો છે જેમાંથી નાનો પુત્ર વૈભવ હતો જે તેમને ખૂબ જ વહાલો હતો.
ખૂબ જ યુવાન વયે જ વૈભવનું મૃત્યુ થયું હતું આથી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા.એ વાત સ્વાભાવિક છે કોઈ મનગમતું વ્યક્તિ જ્યારે પોતાનો સાથે છોડે તો પછી દુનિયકની કોઈ પણ ખુશી આ ખાલી જગ્યા નથી ભરી શક્તિ.ત્યારબાદ તેમના બીજા પુત્ર નું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું કે તેમને ત્યાં એક બાબો એક-બેબી એમ બે સંતાનો પણ હતા.તેમના માટે વધુ આઘાતજનક વાત એ હતી કે પુત્રવધૂને દીકરી માનીને પોતાના મૃત્યુ પામેલા પુત્રના મિત્રની સાથે પુત્રવધુ મનીષાના લગ્ન કર્યા હતા.આ કડયુગ માં આવા દેવતાં સમાન સસરા મળવા અસંભવ છે.પરંતુ વિઠ્ઠલ ભાઈ એ અન્ય વ્યક્તિઓ કરતા એક દમ અલગહતાં માટેજ તેઓ ના ચર્ચા આજે પણ યથાવત છે.
એક પછી એક કરીને વિઠ્ઠલ ભાઈ રાદડિયા પર દુઃખ ના પહાડો તૂટવા લાગ્યાં જે માણસે ક્યારેય વિચાર્યું ના હતું તે થવા લાગ્યું હતું.ત્યાર બાદ થોડા સમયમાં જ તેમના પાંચ વર્ષના પુત્રનું પણ કેન્સરથી મૃત્યુ થયું હતું.આ આઘાત તેઓ સહન કરી શક્યા નહોતા.ત્યારબાદ તેમની તબિયત થોડી રડવા માંડી હતી અને તેમનો ઉત્સાહ પણ ઓછો થઈ ગયો હોય એવું લાગતું હતું.
આવી સ્થિતિમાં પણ તેઓ પોતાના નાના પુત્ર વૈભવને કોઈ હિસાબે ભૂલી શક્યા ન હતા આથી તેઓએ તેમની યાદગીરી માટે પોતાના તમામ વાહનો પર લાડકા પુત્ર વૈભવનું નામ લખાવ્યું હતું.આજે પણ વિઠ્ઠલ રાદડિયાના તમામ વાહનો પર વૈભવ નામ વાંચી શકાય છે.વિઠ્ઠલ ભાઈ પોતાના અંતિમ ક્ષણો માં પણ તમામ પરિવાર જનો ને યાદ કરતાં રહ્યા હતા.આ તામામ ખૂબીઓ વિઠ્ઠલ ભાઈ ને અન્ય કરતાં જુદા તારવે છે અને એટલા માટે આજે પણ તેમના ચર્ચા યથાવત છે.