જ્યોતિષમાં શાસ્ત્ર મુજબ રાજકુમાર કે યુવરાજ ગ્રહની સંજ્ઞા આવામાં આવી છે. તે બુદ્ધિ, વાણી, વેપારમાં સફળતા કે અસફળતાનો ગ્રહ છે. ગણિત અને આંકડાઓનો બુધ સાથે નજીકનો સંબંધ છે. બુધનું રાશિ પરિવર્તન દરેક રાશિ માટે મહત્વનું ગણાય છે. બુધ એકમાત્ર એવો ગ્રહ છે જે શુભ ગ્રહ સાથે મળીને શુભ અને અશુભ ગ્રહ સાથે મળીને અશુભ પરિણામ આપે છે. બુધને ચંદ્રનો શત્રુ તથા સૂર્ય, શુક્ર અને રાહુનો મિત્ર માનવામાં આવે છે.

મેષ.rashi

આ રાશિ પરિવર્તન તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે. જો કોઈ જાતક લાંબા સમયથી લોન લેવાની યોજના બનાવી રહ્યું હશે તો આ ગાળામાં તમારો મેળ પડી જશે. અધ્યાત્મ તમારા જીવનમાં દસ્તક દેશે અને તમને માનસિક શાંતિ મળશે. ભાઈ-બહેનના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. આ ગાળામાં તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. આ રાશિ પરિવર્તન તમને ધન પ્રાપ્તિ કરાવશે પણ કેટલાંક એવા કામ પણ હશે કે જે બનતા બનતા રહી જશે. આ માટે તમારે દરેક કામમાં સાવધાની રાખવી જરૂરી છે. તમારા માટે આ ગોચર શુભ પુરવાર થશે.

વૃષભ.rashi

જો તમે અપરિણિત હોવ અને લવ મેરેજ કરવા માંગતા હોવ તો તેમાં તમને સફળતા મળશે પણ તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. નોકરી કરનારા લોકો માટે નવા અનેક વિકલ્પો ખુલશે. નોકરી બદલવાના યોગ છે. આ ગોચર તમને બુદ્ધિશાળી બનાવશે અને સાથે તમારા જીવન સાથીને પણ લાભ થશે. અંગત જીવનમાં પોઝિટિવ ફેરફારો થશે. ખર્ચા પર ધ્યાન રાખજો નહિં તો ખોટા ખર્ચને કારણે બજેટ ખોરવાઈ જશે.

મિથુન.rashi

આ ગાળામાં તમારુ સ્વાસ્થ્ય સંભાળવુ. બીમારીઓ તમને ઘેરી શકે છે. કામના ક્ષેત્રે અડચણ આવી શકે છે. તમે પોતાની સૂઝબૂઝ અને સમજથી તેનો સામનો કરીને સારુ ફળ મેળવી શકો છો. આ ગાળામાં વિવાદ અને દલીલમાં પડવુ નહિ. ખર્ચામાં વધારો થઈ શકે છે. તમારા વિરોધીઓ સાથે દલીલ થઈ શકે પણ અંતે જીત તમારી થશે.

કર્ક.rashi

આ ગોચર તમારી સંવાદ શૈલી સુધારશે અને બુદ્ધિમાન પણ બનાવશે. તમને જે વિષયમાં રૂચિ હોય તે માટે તમે સમર્પિત રહેશો. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોવ તો આ ગોચર તમારા સ્વપ્નને પૂરુ કરી શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવુ. જીવનસાથી સાથે સંબંધ સારા સંબંધો જાળવી રાખવા કારણ કે આ ગાળામાં તમારા વચ્ચે દલીલો વધી શકે છે. જીવનસાથી માટે આ ગોચર સફળતાનો માર્ગ ખોલી દેશે. આ દરમિયાન તમે કોઈ નવા સંબંધોની પણ શરૂઆત કરી શકો છો.

સિંહ.rashi

આ રાશિના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવવાની છે. આ ગોચર તમને નવા ઘર ખરીદવાની પ્રેરણા આપશે. જૂની સંપત્તિમાંથી પણ તમને લાભ થશે. આ દરમિયાન તમે પરિવાર સાથે પણ સારો સમય વીતાવી શકશો. તમે ખૂબ જ મહેનતુ છો એટલે કામના ક્ષેત્રે તમારી પાસેથી લોકો વધારે અપેક્ષા રાખશે. આ અપેક્ષા પૂરી કરવા તમે ખૂબ મહેનત કરશો. તમારી માતા માટે આ ગોચર શુભ ફળ લાવશે.

કન્યા.rashi

બુધ આ રાશિના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. તમે મક્કમ મનના છો. આથી તમે આ ગાળામાં ખૂબ જ જનૂની બની જશો. ગુસ્સા પર કાબુ રાખજો. તમારી વાણીથી કોઈને ખોટુ લાગવાની શક્યતા છે. તમારા મિત્ર કે સંબંધી દ્વારા પણ તમને મદદ મળશે. સંબંધોને આ ગાળામાં પૂરતો સમય આપજો. નાના પ્રવાસની શક્યતા છે.

તુલા.rashi

આ રાશિના બીજા ભાવમાં બુધનું ગોચર થઈરહ્યું છે. આ ગાળામાં તમારામાં અલગ આકર્ષણ ઊભુ થશે. તમારી વાણી મધુર થઈ જશે અને લોકો તમારા તરફ આકર્ષાશે. વિદેશી જમીન તમને આર્થિક લાભ અપાવી શકે છે. જીવનસાથી માટે આ ગોચર લાભદાયક નથી. સ્વાસ્થ્ય બગડી શકે છે. કાર્યક્ષેત્રમાં આ ગોચર તમને સફળતા અપાવશે. વિવાદોથી દૂર રહેવુ. પૈસાના મામલે સમજી વિચારીને કામ લેવુ.

વૃશ્ચિક.rashi

બુધ તમારી જ રાશિમાં ગોચર કરશે. આર્થિક દૃષ્ટિએ આ ગોચર તમારા માટે શુભ પુરવાર થશે. તમારા માટે આવકના નવા સ્રોત ઊભા થશે. તમારી મહેનત તમને ધન પ્રાપ્તિ કરાવશે. સામાજિક રૂપે પણ તમે મજબૂત બનશો. ગુસ્સા પર કાબુ રાખવો નહિ તો ભાઈ બહેન સાથે ઝઘડા થઈ શકે છે. જે ચીજની તમને વર્ષોથી ઈચ્છા હતી તે આ ગાળામાં મળી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમને ત્વચા કે લોહી સંબંધી કોઈ બીમારી થઈ શકે છે.

ધન.

વેપાર નોકરીમાં વિદેશ યોગ ઊભા થઈ શકે છે. આ યાત્રા તમને આર્થિક લાભ કરાવશે. નોકરી કરનારા લોકો માટે આ ગોચર લાભકારક પુરવાર થશે. તમારો ગ્રાફ ઉપર જશે. તમારા માટે આ રાશિ પરિવર્તન મહદંશે શુભ પુરવાર થશે. સ્વાસ્થ્યની અવગણના કરશો નહિ. કોઈ પણ ભૂલને કારણે તમારુ સ્વાસ્થ્ય બગડી શકે છે.

મકર.

છેલ્લા ઘણા સમયથી તમે જે પ્રયત્ન કરતા હતા તે સફળ થવાના છે. તમે તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે ઘણી મહેન કરતા હતા. તેમાં થોડી અડચણો આવશે પણ છેલ્લે થનારો આર્થિક લાભ તમને ખુશ કરી દેશે. ભાડે આપેલી જમીનમાંથી પણ ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધો સુધરશે અને નવા લોકો સાથે મિત્રતા પણ થશે. દુશ્મનો પર જીત હાંસલ થાય.

કુંભ.rashi

આ ગોચરને કારણે કારકિર્દીમાં ઉતાર-ચડાવ જોવા મળશે. બુધ તમને બુદ્ધિ પ્રદાન કરશે જેને કારણે કઠિન કામમાં પણ તમને સફળતા મળશે. સંબંધો સુધરશે અને અંગત સંબંધોમાં મધુરતા આવશે. પરીણિત જાતકોના બાળકો આ ગાળામાં સફળતા મેળવશે.

મીન.rashi

આ ગોચરથી તમને આર્થિક લાભ મળશે અને એ પણ જીવનસાથીના માધ્યમથી. સમાજમાં તમારુ માન સન્માન વધશે. આ ગાળામાં તમને કોઈ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી શકે છે. ઉચ્ચ શિક્ષા મેળવવાની ઈચ્છા જાગૃત થશે. વેપાર કે શિક્ષા માટે વિદેશ જવાના યોગ છે.

Write A Comment