માનવ જીવનમાં વાસ્તુ શાસ્ત્રથી ખુબજ ઊંડો સબંધ હોય છે,વસ્તુ ને લઈ ને ઘણી બધી આવી માન્યતા છે કે આ દરેક મનુષ્ય ના જીવન પર પોતાનો પ્રભાવ નાખે છે.

આવામાં જો કોઈ કારણ વશ તમારા ઘર માં કોઈ પ્રકાર નો વસ્તુ દોષ ઉત્પન્ન થઈ જાય તો આ ઘણી બધી સમસ્યાઓ ઊભી કરવા લાગે છે.

વાસ્તવમાં,વાસ્તુના દોષને લીધે માણસને તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાઓ ઘણા પ્રકાર માનસિક,શારીરિક,સંપત્તિ,તકલીફ,વગેરે જેવી ઘણી પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ જાય છે.

આવા કિસ્સામાં,જો તમારા ઘરમાં આવી સમસ્યાઓ આવી રહી છે,તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં પણ કોઈ ના કોઈ પ્રકારની કોઈ વસ્તુ દોષ ઉત્પન્ન થઇ ગયો છે.

કહી દઈએ કે જો તમારા ઘરમાં કંઈક આવું જોવા મળી જાય તો સમજી જાઓ કે આનું કારણ પણ વાસ્તુ દોષ હોઈ શકે છે

અને આની કારણે તમારાં ઘરમાં પણ પૈસા નથી ટકી શકતા અને જીવન માં ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે.

આજે અમે તમને આજ વસ્તુઓ વિશે કહેવા જઇ રહ્યા છે,જેના કારણે તમારા ઘર માં વાસ્તુ દોષ ઉત્પન્ન થઇ રહ્યા છે.આ કારણથી ઘર માં નથી ટકી રહ્યા પૈસા.

વાસ્તુ શાસ્ત્ર મુજબ,દક્ષિણ,ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ દિશા પૈસા ની દિશા ગણવામાં આવે છે. આવા માં જો આ દિશા માં કોઈ પ્રકાર નો દોષ ઉત્પન્ન થઈ જાય તો વ્યક્તિ ને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એટલા માટે કોશિશ કરો કે આ દિશા માં કોઈ પ્રકાર નો દોષ ઉત્પન્ન ના થાય,નહીં તો તમને ઘણી બધી આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો કરવો પડી શકે છે.

ધન ની દિશા ઉત્તર પુર્વ ને પણ માનવામા આવે છે,આવા માં આવી માન્યતા છે કે જે ઘર માં આ દિશા ના ખૂણા ખૂણા માં ગંદકી જોવા માં આવે છે.

ત્યાં દેવી લક્ષ્મી કોઈ દિવસ વાસ નથી કરતી.અથવા તમારા ઘરમાં પૈસા કોઈ દિવસ નથી ટકતા,અને હંમેશા તમારા ઘર માં પૈસા ની અછત બની રહે છે.

જો કોઈ પણ ઘર માં ઉત્તર પૂર્વની દિશા માં અંધારું રહે છે. એ ઘરમાં હંમેશા પૈસા ની અછત રહે છે કારણ કે ઘર ના ખૂણા માં પૈસા ની દેવી માઁ લક્ષ્મી વાસ માનવામાં આવે છે

અને આવા માં જો તમે આ દિશા માં અંધારું રાખો છો તો દેવી લક્ષ્મી તમારાથી રિસાઈ ને જતી રહે છે,જેના કારણે જ તમને પૈસાની અછત નો સામનો કરવો પડે છે.

દક્ષિણ દિશા,યમ દેવતાની દિશા માનવામાં આવે છે એટલા માટે આ દિશામાં કોઈ દિવસ તિજોરી ને ના રાખો,જો તમે આવું કરો છો તો તમને ધનની હાની થઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ,ઘર ની વચ્ચે ભારે સામાન,દાદરા,અને શૌચાલય,હોવાથી પણ તમને તમારા જીવનમાં કેટલીક રીતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આનાથી તમારે તમારા જીવનમાં માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એટલા માટે આ બધા સામાનો ને તરત તમારા ઘરેથી હટાવી દો અથવા તો તેને ઠીક કરાવી દો.

ઘર બનાવતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરનું રસોડું કોઈ દિવસ ઉત્તર દિશા ની બાજુ ના હોય કારણ કે આ દિશામાં રસોડું હોવા થી તમારા ઘર ના સભ્યો ને આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

Write A Comment