ઘણા લોકોના દાંત પીળા હોય છે જેના ઘણા કારણો પણ હોય છે. પાણીમાં રહેલા કેમિકલ્સ, તંબાકૂ અને કલર્ડ ફૂડ્સના વધુ ઉપયોગથી દાંતમાં પીળાશ અને સડો થાય છે. તેને ચમકાવવા અને સડાને દૂર કરવા માટે લોકો ઘણા પ્રકારની ટૂથપેસ્ટ અને મંજનનો ઉપયોગ કરે છે જે પેઢાને નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપચારો જણાવીશું જે દાંતોની પીળાશને કરે છે અને સાથે દાંતનો સડો દૂર કરી તેને મજબૂત બનાવામાં મદદ કરશે.
સ્ટ્રોબેરીમાં રહેલું વિટામિન-સી દાંતો ઉપર જામ થઇ ગયેલી ક્ષારીને દૂર કરવામાં મદદ કરે છે. આ ક્ષારી દાંતને પીળા કરી દે છે. સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ રહેલું છે જે દાંત ઉપર રહેલા દાગ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે અને દાંતને સફેદ અને ચમકદાર બનાવે છે. તેમજ દાંતનો સડો પણ દૂર કરે છે.
કોલસા વાળી ટૂથપેસ્ટ દાંતને ચમકાવવાનું કામ કરે છે પરંતુ તમે પણ ઘરે ચુલામાં રહેલા કોલસાને દાંત ઉપર લગાવશો તો દાંતની પીળાશ તરત જ દૂર થય જશે. કોલસાનો ઝીણો ભુક્કો કરી આંગળીની મદદથી હળવા હાથે 1 કે 2 મિનિટ સુધી માલીસ કરવી. રોજ આ ઉપાય તમારા દાંતને સ્વચ્છ અને સાફ રાખી શકે છે.
દાંતને સફેદ કરવા માટે કેળું પણ ખુબ જ ઉપયોગી નીવડે છે કારણ કે કેળાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગઝીન વધારે પ્રમાણમાં હોય છે જે તમારા દાંતને મજબૂત પણ બનાવે છે. તમારે માત્ર પાકા કેળાની છાલનો અંદરનો ભાગ લઈ બે કે ત્રણ મિનિટ સુધી પોતાના દાંત ઉપર ઘસવો. આનાથી દાંતનો સડો દૂર થાય છે અને દાંત ની પીળાશ પણ દૂર થાય છે.
બેકિંગ સોડા પીળા દાંતને સફેદ બનાવવાની સૌથી સારી ઘરેલુ રીત છે. એક ચમચીમાં નારિયળ તેલ લઈને તેને મોઢા અને દાંતમાં લગાવો. નારિયેળ તેલના ઘણા ફાયદા છે. નારિયેળમાં રહેલું લોરિક એસિડ દાંત ઉપર જામી ગયેલઈ ક્ષારી દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળના એક ચમચી તેલને મોઢામાં 1-2 મિનિટ સુધી રાખી કોગળા કરી પછી બ્રશ કરવામાં આવે તો પણ દાંત જલ્દી સફેદ થઇ જશે.
લીંબુના છોતરામાં સિંધવ મીઠું ઉમેરી દાંત ઉપર ઘસવામાં આવે તો દાંત સફેદ બને છે. દાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે કારણ કે લીંબુની અંદર વિટામિન સી રહેલું છે અને મીઠું ગંદકી સાફ કરે છે જેના કારણે થોડા જ દિવસમાં તમને ફર્ક જોવા મળશે.
જામફળ ના ૧ થી ૨ પાંદડા લો. તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને દાંત પર હળવે હાથે ઘસો.અને થોડી વાર રહેવા દો. થોડાક દિવસ રોજ આ પ્રયોગ કરવો. આ પ્રયોગ કરવાથી મોઢા નો ચેપી રોગ, પેઢા માં સોજો હોય તો તે ધીમે ધીમે દૂર થઇ જાય છે.
એક લીંબૂનો રસ કાઢીને તેમા સરખા પ્રમાણમાં જ પાણી મિક્સ કરો. ખાધા પછી આ પાણીથી કોગળા કરો. રોજ આવુ કરવાથી દાંતની પીળાશ અને શ્વાસની દુર્ગંધ દૂર થઈ જાય છે. સાથે દાંતનો સડો પણ દૂર થાય છે. સંતરાની છાલ અને તુલસીના પાનને સુકાવીને પાવડર બનાવી લો. બ્રશ કર્યા પછી આ પાવડરથી દાંત પર હળવેથી રોજ મસાજ કરો. આનાથી દાંતની પીળાશ અને સડો દૂર થાય છે.