હિન્દી ફિલ્મ અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા બની ગયેલી અનુષ્કા શર્માએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવતા પહેલા શરૂઆતના દિવસોમાં મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે જ સમયે યશરાજ બેનર તરફથી અનુષ્કાને એક સાથે ત્રણ ફિલ્મો માટે સાઇન કરવામાં આવી હતી. અને તેનું ભાગ્ય અહીંથી બદલાઈ ગયું. અભિનેત્રી તરીકે ફિલ્મ જબ તક હૈ જાન માટે તેને ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે, આ ફિલ્મમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

અનુષ્કા શર્મા.અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. તેમના પિતા અજયકુમાર શર્મા અને માતા અશિમા શર્મા હતા. અનુષ્કાએ તેનો શરૂઆતનો અભ્યાસ આર્મી સ્કૂલમાંથી કર્યો હતો અને તે પછી તેણે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી, તેને મોડલિંગ તરફ પ્રયાણ કર્યું અને ત્યારબાદ તે મુંબઈ ચાલી ગઈ.

મોડેલિંગ અને જર્નાલિઝમ.મોડેલિંગ અને જર્નાલિઝમની કારકિર્દી બનાવવા માટે આ6નુષ્કા શર્માએ મુંબઇ જઈને એલાઇટ મોડેલ મેનેજમેંટમાં પ્રવેશ મેળવ્યો હતો અને 2007 માં અનુષ્કા શર્માએ પહેલી વાર લક્મે ફેશન વીકમાં ડિઝાઇનર વેન્ડેલ રોડ્રિકના શોમાં રેમ્પ વૉક કર્યું હતું. તે પછી તેણે સિલ્ક અને શાઇન, વ્હિસ્પર, નાથેલા જ્વેલરી અને ફિયાટ પાલિયો જેવી ઘણી બ્રાન્ડ્સ માટે પણ પ્રચાર કર્યો.

ફિલ્મ કરિયર.અનુષ્કા શર્માએ 2008 માં ફિલ્મની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં આદિત્ય ચોપરાની દિગ્દર્શિત ફિલ્મ રબ ને બના દી જોડીમાં એક છોકરીનો અભિનિય કર્યો હતો અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી પ્રશંસા મળી હતી. આ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ્સમાં અનુષ્કાને બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ માટે નામાંકિત કરાઈ હતી.

હિટ ફિલ્મો આપી.તેની બીજી ફિલ્મ આવી બદમાશ કંપનીની જેને યશ રાજ ફિલ્મ દ્વારા નિર્માણ કરવામાં આવી હતી .2010 માં, અનુષ્કા શર્માએ બેન્ડ બાજા બારાત સાથે યશ રાજ ફિલ્મ્સ સાથેની તેની ત્રણ ફિલ્મનો સોદો પૂર્ણ કર્યો, જેને સારી સમીક્ષાઓ પણ મળી. આ પછી અનુષ્કા ઘણી સફળ ફિલ્મોમાં આવી છે જેમ કે લેડીઝ vs રિકી બહલ, જબ તક હૈ જાન, મટ્રુ કી બિજલી કા મન ડોલા, પીકે વગેરે. અનુષ્કાએ પોતાનો અભિનય જાદુ બતાવ્યો હતો અને જબ તક હૈ જાન માટે તેના શ્રેષ્ઠ સપોર્ટ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

9 વર્ષના બોલિવૂડ કરિયરમાં.બોલીવુડની 9 વર્ષની કારકિર્દીમાં, અનુષ્કાએ ઘણી હિટ ફિલ્મો આપી અને તેની અભિનય અને સુંદરતાથી બધાને દિવાના બનાવ્યા. પંજાબી સ્ટાર દિલજીત દોશાંજ સાથે તેની 2017 ની હોમ પ્રોડક્શન ફિલ્મ ફિલોરીમાં કામ કર્યું હતું. તેમાં અનુષ્કાએ એક ભૂતની ભૂમિકા ભજવી હતી.

બ્રેકઅપ.બૉલીવુડ આવ્યા પછી અનુષ્કા શર્માનું નામ સૌ પ્રથમ સહ-અભિનેતા રણબીર સિંહ સાથે જોડવામાં આવ્યું પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તે જલ્દી તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી એક જાહેરખબરમાં સાથે જોવા મળ્યા હતા અને જાહેરાત દરમિયાન તેમની નિકટતા વધવા લાગી.આ પછી અનુષ્કા અને વિરાટ ઘણી જગ્યાએ એક સાથે જોવા મળ્યા હતા.

વિરાટ અનુષ્કાના લગ્ન.ઘણીવાર, અનુષ્કા વિરાટની મેચ દરમિયાન તેને અને તેની ટીમને સપોર્ટ આપવા માટે મેદાનમાં પહોંચી જાય છે. અનુષ્કા વિરાટનો રોમાંસ અને પ્રેમ પરવાને ચઢી રહ્યો છે, ઘણા ઉતાર-ચઢાવ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેએ ઇટાલીના ટસ્કની શહેરમાં બોર્ગો ફિનોશીટો રિસોર્ટમાં લગ્ન કર્યા.

Write A Comment