પ્રદુષણ ઘટવાના કારણે સ્પષ્ટ દેખાય છે હિમાલય.આપણે અત્યાર સુધી ઘણી બધી તસવીરો જોઈ છે મંદિરો,કુદરતી તસવીરો અથવા પર્વતો પણ તમે ક્યારેક એવી કોઈ તસવીર જોઈ છે જે હિમાલયની હોય પરંતુ તેને ક્લિક બિહારના કોઈ ગામમાંથી કરવામાં આવી હોય? એટલે કે તમે સીધા બિહારથી જ હિમાલયના દર્શન કરી શકો છો.આવી તસ્વીર એક ટ્વિટર યુઝરએ શૅર કરી છે આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. લોકોને તે જોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ કેવી રીતે શક્ય છે. આ તસવીરમાં હિમાલયની પર્વતમાળા બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહી છે.

અને આ શક્ય બન્યું છે કોરોના મહામારીના પગલે થયેલા લોકડાઉનથી હવામાં પ્રદૂષણનું સ્તર ઓછું કારણે છે.અને આ વાતથી સ્પષ્ટ છે કે આ તસવીર આજના લોકોને પાઠ ભણાવી રહી છે કે,અને સંદેશ આપી રહી છે કે કુદરત સાથે છેડછાડ કરવું યોગ્ય નથી કુદરત કોઈના કોઇ દિવસે તેનો હિસાબ કરે જ છે લોકડાઉનના કારણે ઘટતા પ્રદૂષણે લોકોને અહેસાસ કરાવ્યો છે કે જો પ્રકૃતિ સાથે છેડછાડ ન કરાય તો બધુ જ શક્ય છે.

2.બિહારની અંદરથી હિમાલયના દર્શન.આ હિમાલય પર્વતની તસવીરો બિહારના શિવહર જિલ્લામાંથી ક્લિક કરાઈ છે. આ બધી તસવીરોને મનોજ કુમાર નામના એક ટ્વિટર યુઝરે ટ્વીટ કરી હતી. શિવહરથી હિમાલયની પર્વતમાળા વચ્ચેનું અંતર 270 કિલોમીટર છે.તો આવી સ્થતિમાં બિહારમાંથી હિમાલય દેખાવું અશક્ય છે પરંતુ પ્રદૂષણ ઘટવાના કારણે આ બિહારમાંથી હિમાલયના દર્શન થયા છે.

3.હિમાલય બિહારના આ ગામથી છે નજીક.નેપાળની સરહદને અડીને નજીક બિહારના શિવહર,સીતામઢી, રક્સૌલ જિલ્લા છે.જોકે તેમ છતા તેનું અંતર 250 કિલોમીટરથી વધારે છે. હવે આ સમયે આ વાયરલ તસવીરને જોતા. શું તમને લાગે છે કે પ્રદૂષણ વિના હિમાલયની આટલી સ્પષ્ટ તસવીર 250 કિમી દૂરથી મળી શકે? એક ટ્વિટર યુઝરની આ તસવીર માનવીઓને પ્રદૂષણની ભયાનકતા વિશે ચેતવી રહી છે.

4.હિમાલયની નજીકની તસ્વીર.આ તસવીર હિમાલયની બિલકુલ નજીકથી લેવામાં આવી છે. પણ જોકે આ તસવીરને યુઝર મનોજ કુમારે પોસ્ટ કરી નથી જેની તસવીરો હાલમાં વાઈરલ થઈ રહી છે.પરંતુ અત્યાર સુધી કોઇએ પણ ક્યારેય વિચાર્યું નહીં હોય કો બિહારથી હિમાલયના દર્શન થઈ શકશે.

Write A Comment