સેક્સ તો આમ આપણે કરીયે ત્યારે આનંદ માટે કરતા હોય છે તો આજે વાત કરિયે કે સેકસ કરવાથી શુ શુ મળે છે ફાયદા.

નિયમિતરીતે સેક્સ કરવાથી માઇન્ડ પાવર વધે છેઃ રિસર્ચ

જેટલું વધુ સેક્સ તેટલું વધુ માઇન્ડ ફ્રેશ

આપણે બધાએ આ અનુભવ્યું હોય છે. તમે સેક્સ તો કરવા માગો છો પરંતુ સાથે બીજા પણ કેટલાક કામ છે જેનાથી તમારી બૌદ્ધીક ક્ષમતાનો વિકાસ થાય છે જે તમારૂ ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે. ત્યારે પોતાની ઇચ્છાઓને મારવી પડે છે. પરંતુ હવે તમારે ઉત્કટ ઇચ્છાઓ પૂરી કરવાથી પોતાની જાતને રોકવી નહીં પડે. કેમ કે, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સેક્સ તમને વધુ સ્માર્ટ બનાવે છે.

સેક્સથી મગજની કાર્યદક્ષતા વધે છે

સંશોધન પ્રમાણે ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં નિયમિત સેક્સ્યુઅલ એક્ટિવિટી તેમના બ્રેઇનને વધુ શાર્પ કરે છે. કન્વેન્ટરી યુનિવર્સિટીના પ્રોફેસર ડો.હેલી વ્રાઇટે જણાવ્યું કે, ‘સેક્સુઅલ અક્ટિવિટી માત્ર શારીરીક સંતોષ માટે નથી તેની બીજી પણ કેટલીક મનોવૈજ્ઞાનિક અને આંતરિક અસરો છે. મુખ્યત્વે તમારા માઇન્ડ પાવરની વાત આવે છે ત્યારે.’

ઓક્સફર્ડ જેવી ખ્યાતનામ યુનિવર્સિટીના નિષ્ણાંતો પણ અભ્યાસમાં સામેલ આ રિસર્ચ માટે ઓક્સફર્ડ અને કોવેન્ટ્રી યુનિવર્સિટીના સંશોધકોએ સાથે મળીને 50થી લઈને 83 વર્ષની ઉંમરના 73 જેટાલ સ્ત્રી-પુરૂષો પર પ્રયોગ કર્યા હતા.

જેમાંથી 37 વ્યક્તિઓએ જણાવ્યું હતું કે તેઓ નિયમિત સાપ્તાહિક સેક્સ કરે છે. જ્યારે 26 લોકો મહિનામાં એકવાર તો 10 લોકો બહુ લાંબા ગાળે સેક્સ કરે છે.

નિયમિત સંભોગથી ઉંમરની અસર મગજ પર નથી પડતી

જે બાદ સર્વેમાં ભાગ લેનારા બધા જ લોકોના બ્રેઇન ફંક્શન એસેસ્ડ કરવામાં આવ્યા હતા. જેમાં રિસર્ચરે જોયું કે જે લોકો વધુ સેક્સ કરતા હતા તેમને વધુ માર્ક મળ્યા છે. જ્યારે જેઓ ઓછું સેક્સ અથવા તો બિલકુલ કરતા નહોતા તેમને ઘણા ઓછા માર્ક મળ્યા હતા.

સેક્સથી મગજમાં રહેલા હોર્મોન થાય છે સક્રીય

જોકે નિષ્ણાંતો સેક્સ્યુઅલ એક્ટિવિટી અને બ્રેઇનપાવર વચ્ચે શું લિંક છે તે અંગે જાણી શક્યા નહોતા. પરંતુ તેમનું કહેવું છે કે સેક્સ અને મગજમાં કામ કરતા હોર્મોન્સ વચ્ચે કોઈ લિંક છે. નિષ્ણાંતો કહે છે કે આપણે જાણીએ છીએ કે મગજને કાર્યદક્ષ બનાવવા માટે ડોપોમાઇન અને ઓક્સીટોસિન જેવા હોર્મોન ખૂબ જરૂરી છે જે સેક્સ દરમયિના વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે.

મોટી ઉંમરના લોકોને પણ નિયમિત સેક્સ કરવા આગ્રહ

નિષ્ણાંતો કહે છે કે મોટા ભાગના લોકોને આ થોડું વિચિત્ર લાગશે કેમ કે આપણે માનીએ છીએ કે મોટી ઉંમરના લોકોએ આ રીતે સેક્સ એન્જોય ન કરવું જોઈએ. પરંતુ આપણે સામાજીક સ્તરે પણ આ વિચારધારને ચેલેન્જ કરવાની જરૂર છે. ત્યારે જ આપણને ખબર પડશે કે સેક્સ્યુઅલ એક્ટિવિટીની સમાજ પર કેટલી ઉંડી અસર પડે છે.

Write A Comment