નોર્થ કોરિયાના તાનશાહ કિમ જોંગ આ સમહ ક્યાં છે તે કોઈને ખબર નથી,સુપ્રીમ લીડરની તબિયતને લઈને તમામ પ્રકારની અફવાઓથી બજાર ગરમ છે,લોકો ફક્ત વાતો કરી રહ્યા છે પણ હકીકત કોઈને ખબર નથી માનવામાં આવે છે કે હાર્ટ સર્જરી પછી તેમની તબિયત ગંભીર છે,એવામાં દરેકના મનમાં એક જ પ્રશ્ન આવે છે કે હવે ભવિષ્યમાં નોર્થ કોરિયાના નવા તાનશાહ કોણ હશે.મોટાભાગના લોકોની નજર કિંગ જોંગની બહેન 32 વર્ષીય Kim Yo-jong પર છે,તે ઘણા સમયથી સક્રિય રાજનીતિનો ભાગ રહી છે,પોતાના ભાઈ સાથે ઘણી બધી મિટિંગમાં પણ હાજર રહી છે,તેમાં ડૉનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની સાથે થયેલી મિટિંગ પણ શામેલ છે.જોકે નોર્થ કોરિયાની બાગડોર પુરુષ જ સંભાળતા આવી રહ્યા છે પરંતુ નેતૃત્વની કમાન નક્કી કરવા માટે લોહીનો સંબધ પણ મહત્વની ભૂમિકા ભજવે છે એવામાં ઘણા લોકોને આશા છે કે નવી સુપ્રીમ લીડર કિંગ જોંગની બહેન બનશે.

બીજા વિશ્વ યુદ્ધ પછીની જ ઉત્તર કોરિયાની કમાન કિમના પરિવારના હાથમાં છે,Kim Yo-jongએ પણ રાજ્યની અંદર ઘણાં સમય સુધી કામ કર્યું છે,સાથે તે પરીવારની સદસ્ય પણ છે એવામાં તેને સત્તાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે એ પણ ધ્યાન આપવાની વાત છે કે કિંમના પરિવારના અન્ય સભ્યોને કાતો આની અંદર દિલચસ્પી નથી અથવા તેમને સંપૂર્ણ રીતે શાસનમાંથી નકારી કાઢવામાં આવ્યા છે.

કિમ યો જોંગનો અભ્યાસ સ્વિરઝલેન્ડમાં થયો છે,તેમને મૈનેજેરિયલ પોઝીશનથી રાજ્યમાં કામ કરવાનું શરૂ કર્યું છે,પરંતુ ધીરે ધીરે કિમ જોંગના રોજના કાર્યમાં તેમની રુચિ વધવા લાગી એ પણ કહેવામાં આવ્યું છે કે તે તેમના ભાઈને નિતીગત કિસ્સાઓમાં સલાહ પણ આપે છે કદાચ એ પણ કારણ છે કે કિંમ જોંગ તેમની સિક્રેટ ડાયરી તરીકે મોજુદ છે,અત્યારે તે ફોલિત બ્યુરોની સદસ્ય છે અને દેશના સૌથી મહત્વપૂર્ણ પ્રચાર અને આંદોલન વિભાગની અસીસ્ટેંટ ડાયરેકટર પણ છે,

ઉત્તર કોરિયાની સાથે આંતરાષ્ટ્રીય પરમાણુના દક્ષીણ કોરિયાના પૂર્વ દૂત Chun Yungwoo એ કહ્યું કે કિમ યો જોંગનું કદ ખૂબ વધી ગયુ છે હવે તેમને એક મહિલાની જગ્યાએ એક લીડર તરીકે જોવામાં આવે છે જેને બીજાની તુલનામાં શાસન કરવાની વધારે જાણકારી છે,નોર્થ કોરિયા નિશ્ચિત રૂપે વિશ્વના સૌથી વધુ પુરુષવાદી સમાજોમાંથી એક છે પરંતુ કોરિયા વર્ક્સ પાર્ટમાં સત્તા પર શાસન કરવા માટે લોહીના સંબધની પણ મહત્વની ભૂમિકા હોઈ છે,

વિશેષજ્ઞોનું માનીએ તો કિમ યો જોંગમાં સત્તાની દાવેદાર બનાવામાં સહાયક અને બીજી ઘણી બધી ખૂબીઓ છે,તેમને જાણ છે કે કઈ રીતે કામકાજ ચાલે છે,એટલે કે લીડરનું વ્યક્તિત્વ કેવી રીતે બતાવવું જોઈએ ખૌફના દમ પર શાસન કરવું અને જનરલોને હંમેશા પોતાના પગ આગળ રાખવા.

Write A Comment