હાલ દેશ માં કોરોના ના કેસ ખૂબ વધી રહ્યા છે.અને દેશ ની આર્થિક સ્થિતિ ખૂબ નબળી થઈ રહી છે.દેશ માં કોરોના ના દર્દીઓ માં સતત વધારો થઈ રહ્યો છે.અને આ ચીન થી આવેલ કોરોના વાઇરસ સતત પોતાનો કહેર વરસાવી રહ્યો છે.ત્યારે એક સમાચાર આવી રહયા છે કે અહીં એક મહિલા ને એક ડોક્ટરે પિંખી નાખી.અને આ મહિલાનું હાલ માં જ મુત્યુ થયું છે.જાણીએ સમગ્ર કિસ્સો.એક રિપોર્ટ અનુસાર આ કિસ્સો બિહારનો છે જ્યાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

તમને જણાવી દઈએ કે અહીના અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજમાં એક મહિલા ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે આવી હતી.તે બાદ તેને કોરોના વાયરસની શંકાના આધારે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી.અહીંથી બહાર આવ્યા બાદ તે ઘરે પરત ફરી હતી અને તેનું મોત થયું હતું.અને મહિલાના પરિવારજનો નો આક્ષેપ છે કે તેની સાથે હોસ્પિટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.અને એને ધ્યાન માં લઈને આ ડોક્ટર સામે 8 એપ્રિલના રોજ FRI પણ દાખલ કરવામા આવી છે.

જણાવીએ તમને સમગ્ર કિસ્સા વિસે, રિપોર્ટ અનુસાર આ મહિલાનું પિયર લુધિયાણામાં છે.અને લોકડાઉન દરમિયાન તે 25 માર્ચે પોતાના સાસરે પહોંચી હતી.તેનો ગર્ભપાત થઇ ગયો હતો અને તેમ છતાં સતત બ્લીડીંગ થઇ રહ્યું હતું જે બાદ તેને 27 માર્ચે હોસ્પિટલ લઇ જવામાં આવી.ઇમરજન્સી વોર્ડ બાદ કોરોના આઇસોલેશન વોર્ડમાં મહિલાને રાખવામાં આવી.મહિલાની સાસુએ જણાવ્યું કે રેગ્યુલર ચેકઅપ કરનાર ડોક્ટરે બે વાર તેની પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યુ.અને એની સાથે જબરદસ્તી કરી હતી અને મહિલા ના પરિવાર નો આરોપ છે.આ ડોક્ટરે જ્યારે મહિલા પહેલી વખત હોસ્પિટલમાં દાખલ થઈ હતી ત્યાં જ આ ડોક્ટરે નજર બગાડી હતી.અને આજે જોવા જઈએ તો આ રક્ષક જ ભક્ષક બની ગયા છે.મહિલા ના પરિવારે જણાવ્યું છે કે મહિલા આ વોર્ડમાં એકલી હતી. તેનો લાભ લઇને તેની નિયમિત તપાસ કરનાર ડોક્ટરે તેની સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો.ત્રણ એપ્રિલે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તે બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી પરંતુ તેને હજુ પણ બ્લીડીંગ થઇ રહ્યું હતું. તે બાદ 6 એપ્રિલે તેનું મુત્યુ થયું હતું.રિપોર્ટમાં જણાવ્યું છે કે મહિલા હોસ્પિટલથી પરત આવ્યા બાદ ભયભીત રહેતી હતી.કોઇ સાથે વાતચીત કરતી ન હતી.આ વાત તેની સાસુએ જણાવી.સાથે જ તેણે જણાવ્યું કે તેમની પુત્રવધૂએ રેપની જાણકારી સિક્યોરિટી ગાર્ડને પણ પી હતી.પરંતુ તેણે ચુપ રહેવાનું કહ્યું કારણ કે આ વાત તેના સન્માન સાથે જોડાયેલી હતી.હાલ આ કિસ્સા થી સમગ્ર ગામ માં રોષ નો માહોલ સર્જાયો છે.દેશ માં સતત કોરોના કેસ વધી રહ્યા છે જો ડોક્ટરો જ આવું કરી રહ્યા છે તો કોરોના નો અંત કેવી રીતે આવશે.હાલ આ કિસ્સા માં મહિલા ના પરિવાર નું કહેવું છે કે ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ બીજી મહિલા એનો શિકાર ના બને.

Write A Comment