મિત્રો ભગવાનને કોણ નથી માનતું.કંઈપણ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે માણસ ભગવાનને યાદ અવસ્ય કરે છે.આમ તો એવું કહેવામાં આવે છે કે જો ભગવાનના કોઈ વ્યક્તિ પર આશીર્વાદ હોય તો તે વ્યક્તિ ખુશીથી હસીને પોતાનું જીવન વિતાવે છે અને તે તેના જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનો દુઃખ નથી રહેતું.તમે બધા જાણો છો કે આ સૃષ્ટિની રચના ભગવાન દ્વારા કરવામાં આવી છે અને તે ફક્ત શિવની ઇચ્છાથી જ કરવામાં આવી છે.જે વ્યક્તિ ભગવાન શિવની ભક્તિ કરે છે તો તેને આ વિશ્વની બધી સુખ-સુવિધાઓ અવશ્ય મળી રહે છે, જે ભગવાન શિવની ભક્તિ કરે છે એ વ્યક્તિ પર ભગવાન શિવ તરત જ પ્રસન્ન થાય છે અને વરદાન રૂપે ભક્તોને સુખી થવાના આશીર્વાદ આપે છે જેના કારણે તે દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં ખૂબ સુખી થાય છે.વ્યક્તિ ખૂબ જ ઝડપથી આનંદ મેળવે છે અને તે તેમની બધી ઇચ્છાઓ ખુદ પૂર્ણ કરે છે તો શિવ પુરાણ અનુસાર જે વ્યક્તિ નિયમિત રીતે શિવલિંગની પૂજા કરે છે અને શિવને પ્રસન્ન કરે છે. તેના જીવનના બધા દુ: ખ દૂર થાય છે જો તેને કદાચ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તો તે વ્યક્તિને શક્તિ પણ મળે છે.મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકો પૈસાને લગતી સમસ્યાઓથી પીડાય છે.દરેક વ્યક્તિ વધુને વધુ પૈસા કમાવવા માંગે છે, અને તે માટે તે કંઈપણ કરે છે. અને સખત મહેનત કરે છે પરંતુ તેમને તેમની મહેનત પ્રમાણે ફળ મળતું નથી અને પૈસાની અછત રહે છે.પરંતુ શિવપુરાણમાં આવા કેટલાક ચમત્કારિક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે જો કોઈ વ્યક્તિ કરે છે તો તેના જીવન સાથે સંબંધિત સંપત્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. શિવપુરાણ એ એક એવું શાસ્ત્ર છે જેમાં શિવજી અને આ સમગ્ર સૃષ્ટિને લગતા ઘણા રહસ્યો બતાવવામાં આવ્યા છે.ચાલો જોઈએ મિત્રો શિવ પુરાણમાં ધન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા ઉપાય જણાવવામાં આવ્યા છે તે એકદમ સરળ અને સીધા છે અને તમને તેનો લાભ ચોક્કસપણે મળશે શિવપુરાણમાં શું ઉપાય બતાવવવામાં આવ્યા છે. તમે ધન સંબંધિત તકલીફથી મુક્તિ મેળવી શકો અને તરત જ શુભ ફળ મેળવી શકો એના માટે તમારે દરરોજ રાત્રે શિવલિંગની સામે દીવો પ્રગટાવવો આપણે જૂના સમયની વાત કરીએ તો જૂના સમયમાં એવી ઘણી પરંપરાઓ પ્રચલિત છે.

જેને અનુસરીને વ્યક્તિને બધી ખુશીઓ મળે છે અને તે તેના જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે.જો તમે તમારા જીવનમાં રોજ શુભ સમય મેળવવા માંગતા હોય અને દરેક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માંગતા હોય તો રોજ રાત્રે શિવલિંગ સામે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને તમારા જીવનમાં આવતા તમામ કષ્ટો હરવા સાચા મનથી મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ.આમ વિષયમાં એક કથા પણ કહેવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ગુણનિધિ નામનો નિર્ધન માણસ હતો.તે એકવાર ખોરાકની શોધમાં ભટકતા ભટકતા રાત પડી ગઈ હતી , અને પછી તે અચાનક એક શિવ મંદિર પાસે જાય છે.ગુણાનિધિએ વિચાર્યું કે ખુબજ મોડું થઈ ગયું છે તેથી આ મંદિરમાં આરામ કરવો યોગ્ય રહેશે પણ રાત્રિનો સમય હતો અને અંધકાર પણ ઘણો હતો.તેથી તેણે મંદિરમાં અજવાળું કરવા પોતાના શરીર પરનું વસ્ત્ર કાઢી જલાવી દીધું.આ રીતે એને મંદિરમાં અજવાળું કર્યું એ રાત્રે ભગવાન શિવની શિવલિંગ સામે પ્રકાશ થયો જેના કારણે ગુણનિધિને તેના આગલા જન્મમાં ભગવાન કુબેરનું પદ મળ્યું.મિત્રો આ દંતકથા અનુસાર તે જાણીતું થયું છે કે વ્યક્તિએ દરરોજ રાત્રે શિવ મંદિરમાં ભગવાન શિવ સામે દીવો કરવો જોઈએ તે તેને ધન અને સંપત્તિ આપશે.જો તમે નિયમિતપણે રાત્રે શિવલિંગની સામે દીવો પ્રગટાવો.દીવો પ્રગટાવતી વખતે “ઓમ નમ: શિવાય” મંત્રનો જાપ કરવો.આમ આ એક જ પ્રયોગથી તમારા જીવનમાંથી પૈસાની કમી હશે તો દૂર થશે અને મહાદેવના આશીર્વાદ મળશે તમે ધનવાન થશો.

Write A Comment