મિત્રો આમ તો આવા કિસ્સા ઘણા બધા સમાજમાં બનતા હોય છે.જેને લઈને ઘણી બધી મુશ્કેલીઓ થતી હોય છે.જે અમુક સાચું પણ હોય છે.અને કંઈક અંશે જુઠું પણ હોય છે.તો ચાલો જાણીએ અવાજ એક કિસ્સા વિષે.મિત્રો આ કિસ્સો ગુજરાત અમદાવાદના ગોમતીપુર અને મેઘાણીનગરમાં 24 કલાકમાં બે યુવકોની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી છે. આમ ખબર હતી કે ગોમતીપુરમાં પત્ની સાથે આડા સંબંધની શંકા રાખીને પતિએ પોતાના બે સાથીદાર સાથે મળી પોતાના માસીના દીકરાની છરીના ઘા મારી હત્યા કરી હતી.અને આ બાબતે આ યુવક વિરુદ્ધ અનેક મારામારીના ગુના પણ નોંધાયેલા છે. તે માટે દુશ્મનાવટના કારણે યુવકની હત્યા થઈ હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.તેમના જણાવ્યા મુજબ ગોમતીપુર ખાડાવાળી ચાલીમાં રહેતી શારદાબેન દંતાણીનો દીકરો સુરેશ ઉંમર 40 વર્ષ તે વડોદરા પોતાની માસીના દીકરાના ઘરે રહેતો હતો. અને પાંચ દિવસ પહેલા જ દીકરો સુરેશ પોતાની માતાને મળવા માટે અમદાવાદમાં આવ્યો હતો.આમ આ સુરેશે પોતાની માતાને જણાવ્યું હતું કે, માસીના દીકરા નીતિનને શંકા છે કે હું તેની પત્ની તેજલ સાથે આડા સંબંધ ધરાવું છું.એટલા માટે હું વડોદરાથી અમદાવાદ પાછો આવી ગયો છું.અને શનિવારે બપોરે સુરેશ અને શારદાબેન ઘરે જમવા બેસતા હતા. ત્યારે આ દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યા ની આસપાસ નીતિન દંતાણી પોતાના કાકા રમણભાઈ અને અનિલ દંતાણી સાથે ઘરે આવી પહોંચ્યો હતો.અને આવીને તરત જ નીતિને છરી વડે સુરેશના શરીર પર ઘા મારી દીધા હતા. આ જોઈને જ્યારે માતા શારદાબેન વચ્ચે પડતા તેમના છાતીમાં પણ અને પેટના ભાગે પણ નીતિને છરીના ઘા મારી દીધા હતા.આ મારામારી ના અવાજ થી આસપાસના રહીશો બૂમાબૂમ સાંભળી ત્યાં લોકો આવી ગયા હતા.અને આ જોઈને નીતિન સહિત ત્રણેય જણા ભાગી ગયા હતા અને જ્યારે સુરેશ અને શારદાબેનને 108 મારફતે અમદાવાદ ખાતે શારદાબેન હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા સારવાર દરમિયાન ડોક્ટરોએ સુરેશને મૃત જાહેર કર્યો હતો. જ્યારે હોસ્પિટલમાં શારદાબેનની સારવાર હજુ ચાલુ છે.

Write A Comment